પૂજ્ય માલદેવ બાપુ એટલે મહેર સમાજને વિશ્વ કક્ષા સુધી જ્ઞાતિની ઓળખ અપાવનાર, મહેર જ્ઞાતિમાં શૈક્ષણિક ક્રાંતિ લાવનાર, તેમજ મહેર બોર્ડિંગ ની સ્થાપના કરનાર આ ઉપરાંત કન્યા કેળવણી માટે નાનજી કાલિદાસ મહેતાને જમીન દાનમાં આપનાર, મહેર જ્ઞાતિમાં સામાજિક સુધારાઓ માટે કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકનાર,ગામડે ગામડે ફરીને ભંડોળ એકઠું કરનાર, જૂનાગઢને આઝાદ કરવા માટે 1947 માં આરઝી હુકુમતમાં ભાગ લેનાર વગેરે સમાજ માટે તેમજ અન્ય સમાજ માટે લડનાર વ્યક્તિ એટલે માલદેવ રાણા કેશવારા. સાદુ સરળ વ્યક્તિત્વ, જ્ઞાતિ પ્રત્યેનો અપાર પ્રેમ તેમજ જ્ઞાતિ પ્રત્યે પોતાનું સર્વસ્વ હોમી દેનાર એટલે માલદેવ રાણા કેશવારા.

પૂજ્ય માલદેવ બાપુની 142 ની જન્મ જયંતી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમના આ ઉપરોક્ત કાર્યોને યાદ કરી ગ્રામ્ય વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓમાં માલદેવ બાપુના શિક્ષણ સંકલ્પને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. શિક્ષણની જ્યોત સતત ચાલુ રાખવી એ જ મુખ્ય હેતુ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ નો છે

પૂજ્ય માલદેવ બાપુની 142 મી જન્મ જયંતી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ માર્ગદર્શિત ગ્રામ્ય વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓ જેવી કે શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા, ફટાણા ,શ્રી સર્વોદય પ્રાથમિક શાળા, ગરેજ તેમજ શ્રી ટીકુ પ્રાથમિક શાળા,સોઢાણા આ ત્રણેય શાળાઓમાં પૂજ્ય માલદેવ બાપુની 142 ની જન્મ જયંતી નિમિત્તે તેમના ચરણોમાં સર્વે શાળાના આચાર્યશ્રીઓ, સર્વે શિક્ષકો,અને સર્વે વિદ્યાર્થીઓએ પુષ્પ અર્પણ કરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

પૂજ્ય માલદેવ બાપુની 142 મી જન્મ જયંતી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મેહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સર્વે ઉપપ્રમુખશ્રીઓ તેમજ સર્વે સભ્યશ્રીઓ તથા તમામ શાળાઓના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ત્રણેય શાળાઓના આચાર્યશ્રીઓ જેમકે શ્રી હિતેશગીરી અપરનાથી, શ્રી વિરમભાઈ ઓડેદરા,શ્રી રમીલાબેન ઓડેદરા તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના કેળવણી નિરીક્ષક શ્રી રાજુભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Sukalp Magazine