જૂનાગઢ સ્થિત ‘શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ’ (મધુરમ) ખાતે તારીખ ૦૪-૦૮-૨૦૨૬, મંગળવારના રોજ પૂજ્ય માલદેવબાપુની ૧૪૨મી જન્મજયંતીની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પૂજ્ય માલદેવબાપુના જીવન-કવન અને તેમનાં સંસ્મરણોને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શ્રી જીવાભાઇ ઓડેદરા તથા શ્રી લીલાભાઇ પરમારે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું અને બાપુના આદર્શો તથા સમાજ ઉપયોગી કાર્યો પર પ્રકાશ ફેંક્યો હતો.
આ ગૌરવવંતા પ્રસંગે મહેર સમાજના અગ્રણીઓ શ્રી પુંજાભાઈ સુત્રેજા, શ્રી મુળુભાઇ ઓડેદરા, શ્રી જીવાભાઇ ઓડેદરા, લક્ષ્મણભાઈ જાડેજા તેમજ અન્ય સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Sukalp Magazine