- Home
- Activities And News
- પૂજ્ય માલદ ...

મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસના પથદર્શક, સમાજ સુધારક અને મહેર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે આગામી તા. ૦૪-૦૮-૨૦૨૬, મંગળવારના રોજ પોરબંદરમાં શ્રદ્ધાભાવપૂર્વક પુષ્પાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય માલદેવ બાપુએ મહેર સમાજમાં શિક્ષણ, સંગઠન, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસ માટે કરેલા અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવા તથા તેમની પ્રેરણાદાયી જીવનયાત્રાને વંદન કરવા માટે સમસ્ત મહેર સમાજ અને વિવિધ અગ્રણી સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે ૦૯:૩૦ વાગ્યે પોરબંદરના હરીશ ટોકીઝ પાસે આવેલી પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગ્યે શ્રી ઝુંડાળા મહેર સમાજ ખાતે ઉપસ્થિત આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા જ્ઞાતિજનો સાથે આગળનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ (ઝુંડાળા), શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી મહેર આર્ટ સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી લીરબાઈ યુવા ગ્રુપ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળ સહિત મહેર સમાજની વિવિધ સંસ્થાઓ સંયુક્ત રીતે ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પણ કરશે.
આયોજક સંસ્થાઓએ સમસ્ત મહેર સમાજના વડીલો, યુવાનો, બહેનો તથા તમામ જ્ઞાતિજનોને આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય માલદેવ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

