- Home
- Activities And News
- પૂજ્ય માલદ ...

મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસના પથદર્શક, મહાન સમાજ સુધારક અને મહેર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે આજે તા. ૦૪ ઓગસ્ટ, ૨૦૨૬, મંગળવારના રોજ પોરબંદર ખાતે સમસ્ત મહેર સમાજ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાભાવ અને ભારે ઉત્સાહ સાથે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત સવારે ૦૯:૩૦ વાગ્યે પોરબંદરના હરીશ ટોકીઝ પાસે આવેલી પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા ખાતે થઈ હતી. જ્યાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ દ્વારા પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પહાર પહેરાવી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગ્યે પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ એવા ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝુંડાળા મહેર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના વક્તવ્યમાં પૂજ્ય માલદેવ બાપુને યાદ કરી જણાવેલ કે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું ભાથું છે, જ્યારે વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમાજના પતનનું કારણ છે. તેથી આપણી યુવાપેઢીને વ્યસનમુક્ત બનાવી શિક્ષણ, સંસ્કાર અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવી એ આપણી સૌની જવાબદારી છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પણ અંધશ્રદ્ધા દૂર કરવા, વ્યસનમુક્તિ, શૈક્ષણિક પ્રગતિ અને સામાજિક સુધારણા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સમાજમાં બિનજરૂરી ખર્ચાઓ અને કુરિવાજોનો ત્યાગ કરીને સરળતા, એકતા અને વિકાસનો માર્ગ અપનાવવો જોઈએ.આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વાચનની ટેવ વિકસાવવી અને દરરોજ પરિવાર સાથે થોડો સમય પસાર કરીને સારા સંસ્કારોનું સિંચન કરવું ખૂબ જરૂરી છે.અંતમાં, ભગવાને આપેલા ૨૪ કલાકના સમયનું યોગ્ય આયોજન કરીને જો આપણે શિક્ષણ, શિસ્ત અને મહેનતને જીવનનો આધાર બનાવીશું, તો આપણો પરિવાર, સમાજ અને દેશ ચોક્કસ ઉજ્જવળ બનશે. આવો, આપણે સૌ મળીને શિક્ષિત, વ્યસનમુક્ત, સંસ્કારી અને સંગઠિત મહેર સમાજના નિર્માણનો સંકલ્પકરવા આહવાન કરેલ.
આજના આ પાવન અવસરે પૂજ્ય માલદેવ બાપુના પ્રોત્ર શ્રી રણજીતભાઈ કેશવાલા તેમજ પ્રોત્રી શ્રીમતિ શાંતાબેન ઓડેદરા, પૂર્વ સાંસદ તેમજ શ્રી માલદેવ રાણા એજ્યુકેશનલ અને ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભરતભાઈ ઓડેદરા , પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝુંડાળા મહેર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ ના સ્થાપક પ્રમુખ શ્રી ડૉ વિરમભાઇ ગોઢાણીયા , શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ ના પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરા, મહેર શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા , બરડા વિકાસ સમિતિના પ્રમુખશ્રી ભીમભાઇ સુંદાવદરા, ધેડ સામાજિક વિકાસ સમિતિ માંથી વિરમભાઇ પરમાર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેન આર ઓડેદરા, મહેર શક્તિ સેના મહિલા મંડળના મંજુબેન બાપોદરા, તેમજ પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, ભીમાભાઇ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, અરજનભાઈ ખિસ્તરીયા, આલાભાઇ ઓડેદરા, જયેન્દ્રભાઈ ખુંટી, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ભૂતિયા, વિરમભાઇ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા, મસરીજીભાઇ ઓડેદરા, રાણાભાઇ સીડા, દેવાભાઈ ઓડેદરા, હમીરભાઇ ખિસ્તરીયા, કેશુભાઈ વાઘ, જે પી મોઢવાડિયા, ભુરાભાઈ કારાવદરા, નવઘણભાઈ મોઢવાડિયા, પરબતભાઈ કડેગીયા, આવડાભાઈ ઓડેદરા, ભોજાભાઇ આગઠ, માંડણભાઈ સુંડાવદરા, ભુરાભાઈ કેશવાલા, રામભાઈ મોઢવાડિયા, નાથાભાઈ ઓડેદરા, હરદાસભાઇ ઓડેદરા, હાજાભાઇ દાસા, કેશુભાઈ ઓડેદરા, વિંજાભાઇ ઓડેદરા, હરભમભાઈ મૈયારીયા, રેખાબેન આગઠ, શાંતિબેન એમ. ઓડેદરા, હીરાબેન રાણાવાયા, સહિતના જ્ઞાતિજનો તેમજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ (ઝુંડાળા), શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી મહેર આર્ટ સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી લીરબાઈ યુવા ગ્રુપ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ તથા શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળ સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સમાજના વડીલો, યુવાનો અને બહેનો સહિત સમાજના વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ અને હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અંતમાં, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા બદલ આયોજક સમિતિ દ્વારા તમામ જ્ઞાતિજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









