દિલ્હીમાં ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ રહી છે, જેમાં IWPL માં આઠ ટીમો ભાગ લઈ રહી છે. ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ (IWPL)માં ગુજરાતના એક માત્ર ખેલાડી ભીમા ખુંટીની પસંદગી મહારાષ્ટ્ર મરાઠાઝ ટીમમાં થઈ છે. આ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. 6 જૂનથી 21 જૂન દરમિયાન દિલ્હીમાં ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ (IWPL)નું આયોજન થઈ રહ્યું છે, જેમાં સમગ્ર ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, અને આ ટીમોમાં દેશભરના શ્રેષ્ઠ વ્હીલચેર ક્રિકેટરોને રમતા જોવા મળશે.ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના એકમાત્ર ખેલાડી ભીમા ખુંટીની પસંદગી મહારાષ્ટ્ર મરાઠાઝ ટીમમાં થઈ છે. ભીમા ખુંટીએ છેલ્લા 10 વર્ષથી વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારત તરફથી રમવાનું હોય, ગુજરાતની કેપ્ટનશિપ સંભાળવાની હોય કે ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો હોય, તેમણે દરેક મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

Sukalp Magazine