- Home
- Art And Sport
- મેરની મર્દ ...

કેશવાલાની કુશળતા
ઓડેદરાની ઓળખ
સિસોદીયાની શૂરવીરતા
રાજશાખાની રીત
પરમાર અને પઢિયારનું પાણી
વાળા અને વાઘેલાનો વટ
વદર અને વાઢેરની વાત
જાડેજાનું ઝનૂન
ચૌહાણ, ચુડાસમા અને ચાવડાની ચપળતા
આ માત્ર શબ્દો નથી
આ તો મેર સમાજના ઈતિહાસનો ધબકાર છે.
આપણી રગોમાં દોડતી શૌર્ય, સ્વાભિમાન અને સંસ્કારની જીવંત ઓળખ છે.
મેર એટલે માત્ર એક સમાજ નહીં
મેર એટલે મર્દાનગી, વફાદારી, સ્વાભિમાન અને પોતાના વચન માટે જીવ આપી દેવાની પરંપરા.
સમય બદલાયો, યુગ બદલાયા, જીવનશૈલી બદલાઈ…
પણ મેરની મર્યાદા માન મોભામાં રહેલો દમ, દિલેરી અને ધરમ આજે પણ એટલો જ જીવંત છે.
કેશવાલાની કુશળતા એ સમજદારી અને નેતૃત્વનું પ્રતિક છે.
ઓડેદરાની ઓળખ એ પોતાની વાણી અને વચન પ્રત્યેની અડગતા છે.
સિસોદીયાની શૂરવીરતા એ યુદ્ધભૂમિમાં ગાજતી તલવારની યાદ અપાવે છે.
રાજશાખાની રીત એ સંસ્કાર અને સમાજ પ્રત્યેની નિષ્ઠા બતાવે છે.
પરમાર અને પઢિયારનું પાણી એટલે માન-સન્માન માટે જીવતી જાતિ.
વાળા અને વાઘેલાનો વટ એટલે ગૌરવભેર જીવવાની શૈલી.
વદર અને વાઢેરની વાત એટલે ભાઈચારો અને એકતાનો અહેસાસ.
જાડેજાનું ઝનૂન એટલે હિંમત અને જુસ્સાનો જ્વાળામુખી.
ચૌહાણ, ચુડાસમા અને ચાવડાની ચપળતા એટલે તરવરાટનો દરિયો.
મેર સમાજનો ઈતિહાસ માત્ર પુસ્તકોમાં નથી લખાયો…
એ તો લોકોના દિલોમાં જીવંત છે.
ઘણા યુદ્ધોમાં મેરોએ પોતાની જાનની પરવા કર્યા વગર માટી, માતૃભૂમિ અને માન માટે લોહી વહાવ્યું છે.
મેરનો શબ્દ એટલે વિશ્વાસ…
અને મેરની મિત્રતા એટલે જીવનભરનો સાથ.
આજના યુવાનો માટે પણ આ પરંપરા માત્ર ગર્વ કરવાનો વિષય નથી,
પણ જવાબદારી છે.
કારણ કે જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે,
તે ભવિષ્યમાં પોતાની ઓળખ ગુમાવી દે છે.
ચાલો આપણે ફરી એકવાર પોતાની પરંપરા, પરાક્રમ અને શૌર્ય,સ્વાભિમાન,સંસ્કાર,સંસ્કૃતિ અને સમર્પણની ઓળખ જીવંત રાખવાનો સંકલ્પ કરીએ.
એકતા, શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવા દ્વારા મેર સમાજને નવી ઊંચાઈએ લઈ જઈએ.
કારણ કે…
“મેરનો ઈતિહાસ તલવારથી લખાયો છે,
અને ભવિષ્ય શિક્ષણ અને સમર્પણ થી લખાશે.
- રાજ ગોઢાણીયા

