- Home
- Art And Sport
- અમદાવાદ ખા ...

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક અને ખેલકૂદ પ્રત્યે લોકજાગૃતિ અને મેટ્રો સિટી સાથે કદમતાલ મિલાવી શકે તેવા શુભ આશયથી ગ્રામ્ય શિક્ષણ અને ખેલકૂદ અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત આજરોજ તા.03-05-2026 ને રવિવાર ના રોજ ઐતિહાસિક નગરી અમદાવાદ ખાતે મહેર જ્ઞાતિના યુવા અને પ્રોફેશનલ ભાઈઓ બહેનો દ્વારા હેરિટેજ વોક અને મંથન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. હેરીટેજ વોક દરમ્યાન કાલુપુર સ્વામિનારાયણ મંદીર, કવિ દલપતરામનું ધર, રાણીનો હજીરો, રાજાનો હજીરો, જુમ્મા મસ્જીદ, દેરાસર, ચીત્રકુટ ધામ, ફરનાન્ડીસ બ્રીજ, ચબુતરાઓ, ખડકી, પોળો, વગારાની સાથે સાથે, અનેક સ્થાપત્યો, તેની કારીગરી, આર્કીટેક્ચર વગેરે જોવાનો અને અમદાવાદના ઇતીહાસ અને ઐતીહાસિક ધરોહરને સમજવાની તક મળી. હેરીટેજ વોક બાદ આરોગ્ય ભવન ખાતે યોજાયેલી મંથન બેઠકમાં કેટલીક ક્વિઝ અને ચીત્રકલાની હરીફાઇની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં શિક્ષણ અને રમતગમતનો વ્યાપ વધે તે માટે મંથન પણ કરવામાં આવ્યું હતું. અને અંતે બે કાર્ય કરવા પર નિર્ણય કર્યો છે જેમાં 1) દર મહીને અમદાવાદ ખાતે આ પ્રકારની હેરિટેજ વોકનું આયોજન કરવું. અને 2) અમદાવાદમાં આવી રહેલા કોમનવેલ્થ અને અન્ય આયોજનોના કારણે જ્યારે પ્રોફેશનલ ગાઇડોની અછત છે ત્યારે સમાજના યુવાનો માટે આ એક ઉમદા તક સાથે વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે ગાઇડશીપના કોર્સનું આયોજન કરવું. આ આયોજનમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓથી લઇ રીટાયર્ડ લોકો સુધીના પ્રોફેશનલોએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આ અભિયાનના કન્વીનર અજીતભાઈ વાઢેર, અમદાવાદ સિટી કાઉન્સિલના પ્રમુખ પરબતભાઇ ખિસ્તરીયા સહિતના આગેવાનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.


