પોરબંદર તાલુકાના કિન્દરખેડા ગામે ગામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ૧૬ ફેબ્રુઆરી અને રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો. કિન્દરખેડા ગામના જ વતની, વ્યવસાયે ઈજનેર અને ભૂતકાળમાં ગુજરાત સરકારનાં સચિવાલયમાં ખુબ ઉચ્ચ સ્થાને પદાશિન તેમ જ હાલ અમેરિકા ખાતે નિવાસ કરતા શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સવારે ૯-૦૦ કલાકે ગામના ચોકમાંથી સામૈયા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ હવનવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર દિવસ દરમિયાન કિન્દરખેડા મહેર સમાજ ખાતે રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમજ બપોરે સમગ્ર ગ્રામજનો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અમેરિકાથી શ્રી કાનાભાઈ મોઢવાડીયાના પુત્ર રાજન, પુત્રવધુ રાંભીબેન તેમજ પુત્રી સ્વાતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

No Comments