શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સમસ્ત મહેર સમાજ પોરબંદર દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી માં આદ્યશક્તિની આરાધના આરતીના અનેરા ઉત્સવની ઉજવણી ના ભાગ રૂપે તા.૦૩/૧૦/૨૦૨૪થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી રાત્રે ૮ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી પોરબંદર ચોપાટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
નવ દિવસના નવલા નોરતા ધાર્મિક સામાજિક ઉત્સવમાં મહેર જ્ઞાતિજનો સહ પરિવાર સુરક્ષિત રીતે નવરાત્રી રાસોત્સવ માણી શકે એ હેતુ સાથે પોલીસ વિભાગ તરફથી જરૂરી સાથસહકાર તેમજ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ તકે પોલીસ વિભાગ દ્વારા તા. ૧૫/૧૦/૨૦૨૪ના રોજ પોરબંદર હેડક્વાટર ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલને નિમંત્રણ પ્રાપ્ત થયું હતું. આ વેળા એ સમસ્ત મહેર સમાજ વતી સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ રામદેભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખ અરજનભાઈ ખીસ્તરીયા-અધ્યક્ષ નવરાત્રી સમિતિ, નવઘણભાઈ મોઢવાડીયા-સહ અધ્યક્ષ નવરાત્રી સમિતિ, કારાભાઈ કેશવાલા, અરશીભાઇ ખુંટી, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ ખુંટી, મશરીજીભાઈ ઓડેદરા, પરબતભાઈ કેશવાલા દ્વારા પોરબંદર જીલ્લા એસ.પી. ભગીરથસિંહ જાડેજા સાહેબને સન્માન પુષ્પ અર્પણ કરી સમસ્ત મહેર સમાજ વતી પોરબંદર પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.
મહેર સમાજ નવરાત્રી રાસોત્સવ દરમ્યાન છેલ્લા ઘણા સમયથી નવરાત્રી રાસોત્સવનું જીવંત પ્રસારણ સૌરાષ્ટ્ર-કચ્છના જી.ટી.પી.એલ.ના ડાઈરેકટર રાજભા જેઠવાના સહયોગ થી પોરબંદર તેમજ આસપાસના વિસ્તાર માં નિશુલ્ક પ્રસારણ કરી આપવામાં આવે છે. આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા રાજભા જેઠવાનો આભાર વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો હતો તેમજ સંસ્થાના ઉપપ્રમુખ તથા નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા, ઉપપ્રમુખ તથા નવરાત્રી સમિતિના સહ અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખ કારાભાઈ કેશવાલા એ રાજભા જેઠવાને સંસ્થા વતી સન્માન પુષ્પ અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી આ સાથે રાજભા જેઠવાને પોરબંદરના ઓડદર નજીક ફર્ન હોટેલ એન્ડ રિસોર્ટ ના નવા વ્યવસાયિક સાહસની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ મહેર સમાજ પોરબંદર દ્વારા આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવનું પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ભાઈઓ દ્વારા સુંદર કવરેજ કરી આપવા બદલ સંસ્થા વતી સૌ પત્રકાર ભાઈઓની કામગીરીની નોંધ લઈ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *