ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ તેમજ ખેલકૂદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે એક વિશેષ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા શરૂઆતમાં પાંચ ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે બાળકો અને યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતની તકો પૂરી પાડી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
સંસ્થા માને છે કે શિક્ષણ અને ખેલકૂદ એ વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન માટેના પાયાના સ્તંભો છે. આ અભિયાનનું સંચાલન સમાજના ઉત્સાહી યુવા કાર્યકર્તાઓ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટના સુચારૂ સંચાલન માટે કન્વીનર તરીકે શ્રી અજીતભાઇ વાઢેર (સુત્રેજ-કેશોદ) અને સહ-કન્વીનર તરીકે શ્રી વિરમભાઇ પરમાર (ગોરસર) ની નિમણૂક કરવામાં આવી છે.
ગામ મુલાકાતનો કાર્યક્રમ:
તારીખ/વાર/ગામ/સમય/સ્થળ
01/04/2026 (બુધવાર) મેખડી સવારે 09:30 ચોકમાં, દાદાના મંદિર પાસે
01/04/2026 (બુધવાર) બગસરા સાંજે 04:00 સંજય સ્કૂલ
02/04/2026 (ગુરુવાર) ગોસા સવારે 10:00 મહેર સમાજ
02/04/2026 (ગુરુવાર) કડછ બપોરે 01:00 પ્રાથમિક શાળા
02/04/2026 (ગુરુવાર) કડેગી બપોરે 03:00 ચોકમાં, રામ મંદિર પાસે
આ અભિયાનમાં જોડાવા ઇચ્છતા અથવા સામાજિક કાર્યમાં રસ ધરાવતા જ્ઞાતિના યુવાનોને સંસ્થા અથવા કન્વીનરશ્રીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત ગામોના ગ્રામજનોને નિર્ધારિત સમયે અને સ્થળે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે સંપર્ક:
• શ્રી અજીતભાઇ વાઢેર (કન્વીનર): 96626 62661
• શ્રી વિરમભાઇ પરમાર (સહ-કન્વીનર): 70163 39540
• ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ: 99748 08900

Sukalp Magazine