મહિલા સશક્તિકરણ અને તેમની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેર મહિલા મંડળની બહેનોનો મેળાપ (Meet-up) યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કિંજલ ઓડેદરા (Artist, Ahmedabad) અને દિવ્યા ઓડેદરા (PSI, Surat) દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ રસપ્રદ રમતો (Games) અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ, જેના દ્વારા મહિલાઓએ આનંદ સાથે એકબીજા સાથે જોડાણ મજબૂત બનાવ્યું. આ પ્રસંગે મહિલાઓના ઉત્સાહ અને સહભાગિતાએ સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દીધું હતું.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ ‘એવોર્ડ સમારોહ’ રહ્યો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ દ્વારા મહિલાઓની મહેનત, પ્રતિભા અને સમાજમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવામાં આવી.

આ કાર્યક્રમના પ્રયોજક તરીકે મધુબેન પરબતભાઈ ઓડેદરા, અંજલિબેન વિનોદભાઈ ઓડેદરા અને કિંજલ બેન વિશાલભાઈ ઓડેદરાએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. ઉપરાંત સહ-પ્રયોજક તરીકે અમદાવાદ-ગાંધીનગર મહેર મહિલા સમિતિએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો, તેમની સિદ્ધિઓને ઉજવવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપવાનો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર પૂર્ણ થયો.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં(1) કિરણ ઓડેદરા (ફેશન ડિઝાઇનર, “Y Knot”),(2)દીપ્તિ અરભમ મોઢવાડિયા (Foreman Instructor, ITI Gandhinagar),(3) ડૉ. ધ્વની ઓડેદરા (Ayurved Doctor & Cosmetologist), (4)ભાવનાબેન ઓડેદરા (Junagadh), (5)પારુલબેન મોઢવાડિયા (ICDS Supervisor),(6) ભૂમિ કેશવાલા (Dy. Collector, Gandhinagar),(7) દિવ્યાબેન ઓડેદરા (PSI, Surat),(8)કિંજલ ઓડેદરા (Artist, Ahmedabad), (9)એડવોકેટ કાનન ઓડેદરા (Ahmedabad), (10)ઇલાબેન કારાવદરા અને(11) ધારા ખિસ્તરીયા સહિત અનેક પ્રતિભાશાળી મહિલાઓનો સમાવેશ થાય છે. તેમના કાર્ય અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Sukalp Magazine