શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ઉપક્રમે શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે શૈક્ષણિક લોન બાબતે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

       તા.રર-૦૮-ર૦ર૩ના શ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવેલ આયોજનમાં સૈા પ્રથમ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ નવઘણભાઇ મોઢવાડિયા, વજશીભાઇ (કારાભાઇ) કેશવાલા અને  અરજનભાઇ ખીસ્તરીયા દ્વારા એસ.બી.આઇ. બેન્કના ઉપસ્થિત રહેલા અધિકારીશ્રીઓનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવેલ હતું.

પોરબંદરના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે અન્ય શહેરોમાં અથવા વિદેશ ખાતે અભ્યાસ કરવા જવા ઇચ્છુક હોય છે. પરંતુ કોલેજ, યુનિવર્સીટીની ફી તેમજ રહેવા જમવા સહિતના ખર્ચનું પ્રમાણ મોટું હોવાથી અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતો નથી અથવા ઉંચા વ્યાજ સાથે ઉછીના રૂપિયા લઇ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા પ્રયાસ કરે છે.

            આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વર્ષ-ર૦રરથી મહેર જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ધો-૧ર પછી દેશમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજ સ્કોલરશીપ શૈક્ષણિક લોન આપવાની કામગીરી શરૂ કરાયેલ છે. પરંતુ શિક્ષણક્ષેત્રના અસહય ખર્ચને પહોંચી વળવા માટે તેમજ વિદેશ ખાતે અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ માટે તેની આર્થિક જરૂરીયાતને ધ્યાનમાં રાખી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના સહકારથી શૈક્ષણિક લોન બાબતે એક સેમિનારનું આયોજન કરેલ જેમાં બેન્કના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ધો-૧ર પછી દેશમાં કે વિદેશમાં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને બેન્કની શૈક્ષણિક લોન બાબત માહિતી આપતા જણાવેલ કે બેન્ક દ્વારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારના મોરગેજ વગર ફકત આધાર તથા પાનકાર્ડ તેમજ આવકના દાખલા પરતી સાત લાખ પચાસ હજારની લોન ખૂબ સરળતાથી આપવામાં આવી રહી છે. અને તેનું રીપેમેન્ટ પણ દેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેના પણ દેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેના અભ્યાસક્રમના વર્ષો તથા એક વર્ષ પછી તથા વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેના અભ્યાસક્રમને વર્ષો તથા છ માસ પછી રીપેમેન્ટ કરવાની સગવડતા પુરી પાડવામાં આવે છે. વધુ લોન માટે લોનની રકમથી ૧૦ ટકા વધુની મોરગેજ મિલકત પર લોન મેળવી શકાય છે. તેમજ સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સબસીડીની પણ લાભ આપવામાં આવે છે. આમ શૈક્ષણિક લોન બાબતે વધુ માહિતી મેળવવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની કોઇ પણ બ્રાંચ તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય પોરબંદર ખાતે સંપર્ક સાધશોજી.

  • IMSC OFFICE
Sukalp Magazine