- Home
- Activities And News
- અમદાવાદ મહ ...

આપણા મહેર સમાજના કર્મઠ કાર્યકર અને અમદાવાદ મહેર સમાજના પ્રમુખ શ્રી કેશુભાઈ મોઢવાડિયાનું આજ શનિવારના રોજ દુખદ અવસાન થયેલ છે. મૂળ મોઢવાડા ગામના વતની શ્રી કેશુભાઈ છેલ્લા ૧૫-૨૦ વરસથી અમદાવાદ સ્થાયી થયેલ હતા અને અર્થ મુવિંગ અને પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અમદાવાદ ખાતે આપણા મહેર સમાજની તમામ પ્રવૃતિઓમાં તન-મન-ધનથી પૂરો સહયોગ આપતા રહેલા અને અમદાવાદમાં મહેર સમાજ ભવન બને તે માટે તેઓએ આર્થિક અનુદાન ઉપરાંત ખુબ જ સક્રિય ભૂમિકા અદા કરી હતી. અમદાવાદ મહેર સમાજના પ્રમુખ ઉપરાંત તેઓ મોઢવાડા ખાતે મા લીરબાઇ સમાજના ટ્રસ્ટી પણ હતા અને આ સમાજને પણ મોટું આર્થિક અનુદાન આપ્યું હતું. હસમુખા અને દરિયાદિલ સ્વભાવના શ્રી કેશુભાઈની અણધારી વિદાય સમગ્ર સમાજ માટે આઘાતજનક છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.કેશુભાઈના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના.
- શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ

