સમાજના સુધારક અને ઉદ્ધારક સંત કવિત્રી લીરબાઇમાના ૧પ૦ માં સમાધિ દિવસે યોજાયો ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ સૌરાષ્ટ્રની સનાતનની પરંપરાના વાહક અને માનવસેવાના મહાયજ્ઞને છેવાડાના માણસ સુધી પહોંચાડનાર મા લીરબાઈના સમાધિ સ્થળ રાણાકંડોરણા મુકામે મહાયજ્ઞનું આયોજન થયેલું મહાબીજના દિવસે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા વૈદિક પરંપરા મુજબ મહાયજ્ઞનું આયોજન થયેલું
મહાબીજના દિવસે સવારે રાણાકંડોરણા મુકામે માતાજીના મુખ્ય સ્થાનકોના તમામ પુજારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ આરંભ થયો હતો સવારે આઠ વાગ્યે તમામ મંદિરના પૂજારીઓએ સામૈયાઓ કરવામાં આવેલ જેમાં રાણાકંડોરણા મંદિરના પૂજારી પૂજય માલદેભકત, કેશવ મંદિરના પૂજારી પૂજય કેશુભગત, શીશલી મંદિરના પૂજારી પૂજય પૂજય ભાવેશભગત, મોઢવાડા મંદિરના પૂજારી પૂજય હરીશભગતના ઢોલ શરણાઈ અને ડાંડિયારાસ સાથે ભવ્ય સામૈયાથી યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો હતો
આ મહાયજ્ઞમાં સંપૂર્ણ વૈદિક પરંપરા મુજબ સાંદિપની આશ્રમના ઋષિ કુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞારંભ કરાવ્યો હતું આ મહાયજ્ઞમાં સૌરાષ્ટ્રભરના સર્વજ્ઞાતિય ભકતજનોએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્રભરના સંતો મહંતો અને માતાજીઓએ હાજરી આપી હતી ઓડદર ગોરખનાથ જાગીરના મહંત પૂજ્ય ગોપાલનાથ બાપુ, નિર્વાણ ધામ યોગાશ્રમથી સ્વામી પરમાત્માનંદગીરીજી મહારાજ ઉપરાંત અનેક સંતોની હાજરી હતી, પરબ જગ્યાના મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ ડિજિટલ માધ્યમથી હાજર રહ્યા હતા તેમણે યજ્ઞમાં બેઠેલા તમામને શુભકામનાઓ પાઠવી હતી
આ યજ્ઞનું આયોજન લીરબાઈ માતાજી વિચારોને સમાજ સુધી પહોંચાડવા થયેલું જેમાં દર્શનાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં દર્શનાર્થીઓ માટે યજ્ઞ પ્રદિક્ષણા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી જેમાં અનેક મહાનુભવોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે કુતિયાણાના માનનીય ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જ્ઞાતિના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો તથા લીરબાઈ માતાજીના મુખ્ય સ્થાનકોના પૂજારીઓ, પોરબંદર જી૯લા પંચાયતના સદસ્યશ્રીઓ, પોરબંદર રાણાવાવ અને કૃતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, રાણાવાવ, કૃતિયાણા નગર પાલીકાના પ્રમુખશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ, જુદા જુદા ગામના અને શહેરોના મહેર સમાજના પ્રમુખશ્રીઓ, મહેર જ્ઞાતિની વિવિધ સમાજિક સંસ્થાના હોદેદારો, મહેર સીટી અને ગ્લોબલ કાઉન્સીલના સભ્યશ્રીઓ, મહેર મહિલા મંડળના બહેનો, તેમજ દેશ વિદેશથી પધારેલા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહાબીજના દિવસે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પણ રાણાકંડોરણા મંદિરે આવતા હોય છે આ તમામ લોકોએ યજ્ઞની પ્રદિક્ષણા કરી હતી. તમામ લોકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી બીજના ઉપવાસ કરનાર તમામ અને યજ્ઞમાં બેસનાર માટે ફળ આહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખસેવક, મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, કોષાધ્યક્ષ તેમજ ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સમિતિઓ પ્રમુખશ્રીઓ તેમજ સદસ્યો, મહેર મહિલા વિકાસ મંડળ ના પ્રમુખશ્રી તેમજ સદસ્ય બહેનો, સમાજની અન્ય સંસ્થાઓના પ્રમુખશ્રી તેમજ સદસ્યશ્રીઓ, જ્ઞાતિના ભાઈ બહેનોએ રાણાકંડોરણા ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંમસેવકો તથા કાર્યકતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ જ્ઞાતિના દાતાશ્રીઓના આર્થિક અનુદાન તેમજ પ્રસંગ માટે પોતાની જમીન વપરાશ કરવા આપેલ સર્વે ખેડૂત ભાઈઓની પણ સંસ્થા દ્વારા નોંધ લઈ અભિવાદન કરવામાં આવેલ હતું.
– પોપટ ખુંટી (રાણાવાવ)




No Comments