ગૌરવવંતા મહેર સમાજના ભાઈઓ અને બહેનો ને રામભાઈ ઓડેદરા ના રામ રામ સીતા રામ.
થોડા દિવસ પહેલાં શ્રી મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા સમસ્ત મહેર સમાજ જોગ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેના મુજબ તારીખ ૧૯-૧-૨૦૨૬ ના રોજ રાણા કંડોરણા ગામે આઈ શ્રી લીરબાઈ આઈ ના પવિત્ર સાનિધ્ય અને યોગાનુયોગ ૧૫૦ મા નિર્વાણ દિને એક અત્યંત સરાહનીય મહેર જ્ઞાતિના ભવ્ય લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તે જાણીને અત્યંત ખુશી થઈ કારણકે આપણા મહાન સમાજમાં શક્તિ સ્વરૂપે જન્મ લઈને પુજ્ય માતાજી એ આપણા સમાજને ધાર્મિક અને આધ્યાત્મિક રૂપે એક નવી દિશા પ્રદાન કરી તદુપરાંત માતાજીએ પોતાની સમગ્ર જીવન સફર દરમિયાન ફક્ત ને ફક્ત સર્વાંગી રીતે માનવસેવાને મહત્વ આપીને આપણા માટે ” માનવ સેવા એજ પ્રભુ સેવા” નો મહાન સંદેશો આપ્યો છે જેનુ અનુસરણ કરીને આપણા સમાજે વિવિધ સ્વરૂપે માનવ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
શ્રી મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય લગ્નોત્સવ બાબતે હું સમાજના ભાઈઓ અને બહેનો ને એક વરિષ્ઠ નાગરિક તરીકે નમ્ર વિનંતી કરું છું કે આપણે આ અત્યંત મહત્વપૂર્ણ આયોજન ને તન મન અને ધનથી મદદ કરીને આપણા સમાજની લક્ષ્મી અને શક્તિ સ્વરૂપ દિકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં મુકીને પોતાની એક ઉત્તમ જીંદગીનું પહેલાં સોપાન (પગથિયાં) ની ઉમંગભેર શરૂઆત કરી છે તે અવસરને આપણે ખરા અંતઃકરણથી વધાવી લઈએ ખાસ કરીને અત્યારે એક વાતનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે કે કમનસીબે કમોસમી વરસાદના કારણે આપણા સમાજના ખેડૂત ભાઈઓને પારાવાર નુકશાન થયું છે તેવા ભાઈઓની દિકરીઓ પ્રભુતામાં પગલાં મુકી રહી છે તે સમયે આપણી મદદ એક ઉત્તમ માનવ સેવાનું પ્રતિક હશે.
બસ એજ અભ્યર્થના સહ જય લીરબાઈ આઈ અને પુજ્ય શ્રી માલદેવ બાપુ.
આ ઉપરાંત આપણા સમાજના મહાન પુણ્યશાળી આત્માઓ ની આપણા ઉપર અસીમ કૃપા રહે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના.
લી. રામભાઈ ઓડેદરા,
મહેર સમાજ વડોદરા.
મો 8487823200.

No Comments