વડોદરા મહેર સમાજ દ્વારા દર વર્ષે યોજાતું પરંપરાગત “સ્નેહમિલન” કાર્યક્રમ આ વર્ષે પણ હર્ષોલ્લાસભેર ઉજવાશે. આ પ્રસંગ શનિવાર, તા. 15 નવેમ્બર 2025ના રોજ સાંજે 5:00 વાગ્યે વડોદરાના ‘સપનાના વાવેતર હોલ’, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદર ખાતે ભવ્ય આયોજન સાથે યોજાશે.

આ સ્નેહમિલનનો હેતુ સમાજના ભાઈ-બહેનોને એક મંચ પર એકત્ર કરીને પરસ્પર સૌહાર્દ, એકતા અને સાંસ્કૃતિક પરંપરાનો વિકાસ કરવાનો છે. સંસ્થાના આગેવાનોની અપીલ છે કે સમાજના તમામ ભાઈઓ તથા બહેનોએ પરંપરાગત મહેર વસ્ત્ર પરિધાન ધારણ કરી સમયસર હાજર રહેવું જેથી કાર્યક્રમની શોભા વધે અને આપણા સમાજનો પ્રેરણારૂપ ભાતીગળ વારસો રજુ થઇ શકે.

આ પ્રસંગમાં વડોદરા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહેર સમાજના સભ્યો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. સૌને સ્નેહપૂર્વક આમંત્રિત કરવામાં આવે છે.

કાર્યક્રમની વિગત:

📅 તારીખ: 15 નવેમ્બર 2025, શનિવાર

🕔 સમય: સાંજે 5:00 વાગ્યે

📍 સ્થળ: ‘સપનાના વાવેતર હોલ’, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા

સંપર્ક માટે:

  • રામભાઈ ઓડેદરા – 84878 23200
  • લક્ષ્મણભાઈ ઓડેદરા – 99251 36909
  • હરદાસભાઈ ઓડેદરા – 99251 22757
  • મેરામણભાઈ પરમાર – 81465 57739
  • અર્જુનભાઈ કારાવદરા – 99043 29999

નિમંત્રક:

મહેર સમાજ, વડોદરા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *