લીરબાઇ માતાજીની અસીમ કૃપા અને પૂજ્ય માલદેવબાપુના આશીર્વાદથી સમસ્ત મહેર સમાજ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના ૨૪ મા સમૂહ લગ્નોત્સવ 2025 નું તારીખ 16/2/2025 અને રવિવારના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન,એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સુપ્રીમ પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા ના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ ૨૮ જેટલા નવદંપતીઓ જોડાનાર છે.તારીખ 16/2/2025 ના રોજ સર્વે જાનનું આગમન સવારે 8:30 કલાકે થશે જ્યારે હસ્તમેળાપ સવારે 10:30 કલાકે તેમજ મંગળફેરા બપોરે 11:30 કલાકે નીર્ધારેલ છે. બપોરે ત્રણ કલાકે કન્યા વિદાય થશે. આ લગ્નની સર્વે વિધિ સાંદિપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે તેમજ આ પ્રસંગે પ્રાચીન લગ્નગીતોની સુરાવલીઓ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદરની બહેનો દ્વારા રેલાવવામાં આવશે. આ વખત પણ ગયા વખતની જેમ સમૂહ લગ્નમાં કુલ લગ્નોમાંથી 10 લગ્નના ખર્ચનો દાતા પરિવાર મૂળ વિસાવાડાના વતની અને હાલ યુકે નિવાસી શ્રી સાજણભાઈ દેવાભાઈ કેશવાલા તેમજ શ્રીમતી નિર્મળાબેન સાજણભાઈ કેશવાલા તથા કેશવાલા પરિવાર તરફથી આપવામાં આવેલ છે. જેમનું અનુદાન ₹ 7,50,000 છે. આ ઉપરાંત મૂળ ફટાણાના વતની અને હાલ યુકે નિવાસી સ્વર્ગસ્થ શ્રી નાથાજીભાઈ નાગાજીભાઈ ઓડેદરા તથા સ્વર્ગસ્થ જેઠીબેન નાથાજીભાઈ ઓડેદરા ના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરાના પરિવાર તરફથી ₹1,51,000 લાફ્બરો મહેર કોમ્યુનીટી તરફથી ₹1,17,000 મૂળ વિસાવાડાના વતની અને હાલ યુએસએ નિવાસી શ્રી ભીમભાઇ સવદાસભાઇ મોઢવાડિયા પરિવાર તરફથી ₹1,01,000, પોરબંદરના શ્રી માલદેવ રાણા કેશવાલા મેર સમાજ ઝુંડાળા તરફથી ₹ 51,000 જુનાગઢના શ્રી ભવનાથ મહેર સમાજ તરફથી ₹ 51,000 યુ.એસ.એ. નિવાસી શ્રી વૈશાલીબેન વેજાભાઈ ખુંટી તરફથી ₹51,000 રાજકોટના એન.ઓડેદરા પરિવાર તરફથી ચિરંજીવી પ્રિથ્વી ધવલભાઇ ઓડેદરા, શ્રી ધવલભાઈ નાગેસભાઈ ઓડેદરા, શ્રીમતી વિશાખાબેન ધવલભાઈ ઓડેદરા, શ્રી નાગેસભાઇ રાજશીભાઈ ઓડેદરા, શ્રીમતી શોભનાબેન નાગેસભાઈ ઓડેદરા તરફથી ₹51,000 મૂળ વિસાવાડા અને હાલ યુગાન્ડા નિવાસી શ્રી રણમલભાઈ વિરમભાઇ કેશવાલા પરિવાર તરફથી ₹50,000 મૂળ બખરલા અને હાલ યુ.કે. નિવાસી શ્રી મેરામણભાઈ ખીમાણંદભાઈ ખુંટી તથા મંજુબેન મેરામણભાઈ ખુંટી તરફથી ₹ 45,000 રાજકોટ નિવાસી સ્વ.સુકાભાઈ રામભાઈ આંત્રોલીયા તથા સ્વર્ગસ્થ ધાનીબેન સુકાભાઈ આંત્રોલીયાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા પરિવાર તરફથી ₹25,000 જામનગરના શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપિત શ્રી જામનગર મહેર સમાજ (પ્રમુખ શ્રી વેજાભાઈ ગોરણીયા) તરફથી ₹25,000 ફટાણા/પોરબંદરના શ્રી મસરીભાઇ ભીમાજીભાઈ ઓડેદરા, પાર્થ વિક્રમજી ઓડેદરા, જયક્તિ અશોકજી ઓડેદરા (અશોક કન્સ્ટ્રકશન કંપની) તરફથી ₹25,000 સ્વ. કારુભાઈ રામદેભાઇ ઓડેદરાની સ્મૃતિમાં શ્રી લખુભાઈ કારુભાઈ ઓડેદરા અને ખીમાભાઈ લખુભાઈ ઓડેદરા (પોરબંદર) તરફથી ₹21,000 શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ( પ્રમુખશ્રી બાબુભાઈ બોખીરીયા તેમજ ટ્રસ્ટ મંડળ) તરફથી ₹21000, શ્રી માલદેવ રાણા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ( પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરા તેમજ ટ્રસ્ટ મંડળ) તરફથી ₹21000, અમદાવાદ નિવાસી શ્રી કિશોરભાઈ રણમલભાઈ ગોઢાણીયા તરફથી ₹21,000 ઉપરાંત અનેક દાતાઓશ્રી તરફથી અનુદાન પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત રાજકોટ નિવાસી સ્વ.સેજલબેન અરજણભાઈ કેશવાલા સ્મરણાર્થે ચિ. હિત, ચિ.મિત, શ્રીમતી નીતાબેન અને શ્રી અરજનભાઈ જેઠાભાઈ કેશવાલા તરફથી દરેક નવદંપતીને કપલ વોચ અને યુ.એસ.એ. નિવાસી શ્રી દેવાભાઈ સાંગણભાઈ ખુંટી તરફથી દીવાલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કરિયાવરમાં ડબલ બેડ સાઈઝ નો પલંગ,ગાદલુ,ખુરશી,ટીપોઈ,કબાટ તેમજ ઘરવખરીની વિવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવનાર છે. હજુ વધુ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થનાર છે ત્યારે જ્ઞાતિ ઉત્કર્ષના આ કાર્યમાં સૌનો સાથ સહકાર જરૂરી હોઈ ઉદાર હાથે અનુદાન આપવા તેમ જ આ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી જ્ઞાતિજનોને આગ્રહ ભરી વિનંતી કરવામાં આવેલ છે.

No Comments