શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત ઉધોગ સમિતિ દ્વારા યુવાવર્ગ માટે ઉધોગ સાહસિકતા તેમજ સ્ટાર્ટઅપ પર માર્ગદર્શન સેમિનારનું શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

આજનો યુવાવર્ગ ઉચ્ચ અભ્યાસની સાથે વ્યવસાયક્ષેત્રે પણ પોતાની ઉચ્ચ કારર્કિદીના ઘડતર માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા અને વ્યવસાયક્ષેત્રના તેમના વિચારોને યોગ્ય સ્ટાર્ટઅપ મળી રહે એવા ઉદેશ ઉધોગ સાહસિકતા તેમજ સ્ટાર્ટઅપ વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

            માં લીરબાઇ આઇ અને પુજય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી ઉધોગ સાહસિકતાનો સેમિનાર ખુ૯લો મુકવામાં આવેલ.

સંસ્થાના ઉપપ્રમુખ તેમજ ઉધોગ સમિતિના અધ્યક્ષ લાખાભાઇ કેશવાલા દ્વારા પોરબંદર જિ૯લા ઉધોગ કેન્દ્નના સંયુકત ઉધોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી ડી.આર.પરમાર સાહેબનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી પોતાના પ્રાસંગિક વકતવ્યમાં જણાવેલ  કે આજના હરિફાઇના યુગમાં લોકો રોજેરોજ કોઇ નવી સર્વિસ કે નવી વસ્તુઓના ઉત્પાદન અને તેની જરૂરીયાત બાબતે વિચારતા હોય છે. અને આ બાબતે આજના યુવાવર્ગ પણ પોતાના ક્રિએટીવ તથા ઇનોવેટીવ વિચારો ધરાવતા હોય છે

ત્યારે યુવાવર્ગને તેમના વિચારોને યોગ્ય માર્ગદર્શન ની સાથે આર્થિક સહાય પ્રાપ્ત થઇ શકે તો તેઓ સારા સ્ટાર્ટ અપથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી શકે યુવાનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેઓની સાહસિકતા અને વિચારોને યોગ્ય દિશા આપવા માટે  શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ઉધોગ સાહસિકતા વિષય પર યોજાયેલા સેમિનારમાં જોડાએલા વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગને પ્રોત્સાહિત કર્યા હતા  તેમજ પરમાર સાહેબને આવકાર્યા હતા.

સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાએ પણ યુકે. થી પોતાના શુભેચ્છા સંદેશામાં જણાવેલ કે આજનો યુવાવર્ગ સાહસિક હોય છે અને પોતાની કારર્કિદીના ઘડતર બાબતે પણ સજાગ બનેલો છે ત્યારે યુવાવર્ગમાં રહેલી સુષ્પુત શકિતને ઉજાગર કરવા તેમજ તેમના નિશ્ચિત લક્ષ્ય પર દોરી જવા માટે યોગ્ય માર્ગદર્શન મળવુ ખુબ જ આવશ્યક છે. એક વિચાર જ ઓલા, ઝોમેટો, સ્વીગી જેવા સ્ટાર્ટઅપ ને એક ઇન્ડસ્ટ્રીમાં ફેરવી શકાય છે. ત્યારે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પણ પોરબંદર વિસ્તારના યુવાવર્ગને મદદરૂપ થવા માટે ઉધોગ સમિતિના લાખાભાઇ કેશવાલા અને રામભાઇ એમ. ઓડેદરાને ઉધોગ સાહસિકતા વિષય પર સેમિનારનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પોરબંદર જી૯લા ઉધોગ કેન્દ્નના જનરલ મેનેજર અને આજના આ સેમિનારના માર્ગદર્શક પરમાર સાહેબનું પણ સ્વાગત કરેલ હતું. અને તેઓનું માર્ગદર્શન યુવાવર્ગ માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે તેઓ આશાવાદ રાખેલ હતો તેમજ યુવાવર્ગને પણ આ સેમિનારનો લાભ લેવા જણાવેલ.

આજના આ સેમિનારના પોરબંદર જી૯લા ઉધોગ કેન્દ્નના સંયુકત ઉધોગ કમીશનર તથા જનરલ મેનેજર શ્રી ડી. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના માર્ગદર્શન માં જણાવેલ કે આજનો યુગ યુવાનોનો યુગ છે. અને યુવાનોમાં રહેલી સાહસીકતા અને ક્રાંતિકારી વિચારો સફળ ઉદ્યોગની સ્થાપના તરફ દોરી જાય છે. ત્યારે તેમના આ ક્રાંતિકારી વિચારોથી એક સ્ટાર્ટઅપની શરૂઆત કરશે અને તેમાં આગળ આવશે તો સરકારશ્રી દ્વારા પણ આવા યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપ માટે આર્થિક મદદ તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આજે વિશ્વભરમાં અનેક સ્ટાર્ટઅપ એક ફકત વિચારથી શરૂ થઇ વડવૃક્ષ અને સફળ ઉદ્યોગ – વ્યવસાય બની ગયેલ છે. ત્યારે છેવાડાના વિસ્તારમાં વસતા યુવાનો પણ સરકારશ્રીની સ્ટાર્ટઅપ નીતી અને યોજનાઓ સાથે જોડાઇને પોતાના વિચારો રજુ કરી એક સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. અને તેમાં જયાં જરૂર પડશે ત્યાં પોરબંદર જી૯લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સરકારની જરૂરી આર્થિક સહાય તેમજ માર્ગદર્શન અને મદદ પુરી પાડશે. અને તેઓએ યુવાનોને તેમના વિચારો રજુ કરવાના અને એક નિશ્ચિત ધ્યેય સુધી લઇ જવા પ્રોત્સાહીત કર્યા હતા તેમજ જરૂર પડે પોરબંદર જી૯લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો. અને સરકારશ્રીની અને યોજનાઓ વિશે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી આ યોજનાઓની પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ.

       કાર્યક્રમના અંત ભાગે જી૯લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર પરમાર સાહેબનો સંસ્થા વતી આભાર માની તેઓને મોમેન્ટો અર્પણ કરવામાં અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં માર્ગદર્શક પરમાર સાહેબ તેમજ જી૯લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટાફ ભાઇઓ તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રીઓ લાખાભાઇ કેશવાલા,નવધણભાઇ બી.મોઢવાડીયા, અરજનભાઇ ખીસ્તરીયા તેમજ વજશીભાઇ (કારાભાઇ) કેશવાલા તેમજ સંસ્થાના પ્રવકતાશ્રી પોપટભાઇ ખુંટી, મહેર આર્ટ પરિવારના કરશનભાઇ ઓડેદરા તેમજ મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓ તેમજ યુવા ભાઇઓ – બહેનો તેમજ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના સ્ટાફ હાજર રહયા હતા.

  • BY IMSC OFFICE
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *