- Home
- Activities And News
- પોરબંદર ખા ...

તા.૨૦-૦૬-૨૦૨૩ને મંગળવારના રોજ પોરબંદર ખાતે ખારવા સમાજ તેમજ કોળી સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રીતે શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પાવન અવસરે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા મહામંત્રીશ્રીઓ બચુભાઈ આંત્રોલીયા તેમજ જીતેન્દ્રભાઈ વદર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવેલ સાથે સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ નવઘણભાઈ બી. મોઢવાડિયા અને અરજનભાઈ ખીસ્તરીયા દ્વારા શોભાયાત્રા પ્રસંગે રૂબરૂ હાજરી આપી શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તથા ખારવા સમાજના પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ તથા ખારવા સમાજના આગેવાનોને તેમજ કોળી સમાજના આગેવાનોને અષાઢી બીજની શુભકામનાઓ પાઠવી હતી.



