તાજેતરમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહમાં સેવાનો રંગ પૂરી આ ભગવદ કાર્યને જબરદસ્ત સફળતા આપવાનો શ્રેય જેના શિરે જાય છે એવા કાર્યકર ભાઈ બહેનોનો અભિવાદન કરવાનો ભાવવંદના કાર્યક્રમ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખો શ્રી આલાભાઇ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજણભાઈ બાપોદરા, કારાભાઈ કેશવાલા વગેરેની ઊપસ્થિતિમાં ઝુંડાળા મહેર સમાજ ભવન , પોરબંદર ખાતે આજે યોજાઈ ગયો. પૂજ્ય બાપુની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય બાદ સભાની શરૂઆત તાજેતરમાં દેગામ પાસે અકસ્માતે અવસાન પામનાર આપણી જ્ઞાતિના ચાર યુવાનોના આત્માની શાંતિ અર્થે મૌન પાળી કરવામાં આવી. આજના આ ભાવવંદના સમારોહમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ ભાગવત સપ્તાહમાં તમામ કાર્યકરોની સેવાનો ઉલ્લેખ કરી સૌને બિરદાવ્યા હતા. સાથે સાથે અનુશાશન અને તત્પરતા દાખવી જે રીતે આ ભગીરથ કાર્ય સુંદર રીતે પાર પાડ્યું તે અન્યો માટે પણ પ્રેરણારૂપ બનશે એવું તેઓએ જણાવ્યું હતું. સુપ્રીમ કાઉન્સીલના ઉપપ્રમુખો સર્વે શ્રી આલાભાઇ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજણભાઈ બાપોદરા, કારાભાઈ કેશવાલાએ પણ પોતાના વ્યક્તવ્યોમાં કાર્યકરોને ધન્યવાદ પાઠવ્યા હતા. ત્યારબાદ ભાગવત સપ્તાહમાં સેવા આપનાર તમામ કાર્યકર ભાઈ-બહેનોનું સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાણાભાઇ સીડા, અરજણભાઈ ખીસ્તરીયા, નાથાભાઈ ઓડેદરા, કેશુભાઈ ખુંટી વગેરે એ પણ પોતાના સપ્તાહ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પોપટભાઈ ખુંટીએ કર્યું હતું.
– ગાંગાભાઇ સરમા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *