શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ તથા મહેર સમાજ યુ.કે. આયોજિત વિદેશની ધરતી પર સનાતન ધર્મની જાળવણીના ભાગરુપે યુ.કે.ના લેસ્ટર ખાતેલીરબાઈ માતાજી તથા પુતિઆઈ માં ના સ્મરણાર્થે યાત્રાનું આયોજન સંપન્ન થયુ.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ અને યુ.કે. મહેર સમાજ દ્વારા તા:- ૧૦/૦૭/૨૦૨૨ ને રવીવારના રોજ લેસ્ટર, યુ.કે. ખાતે માં લીરબાઇ આઈ તથા માં પુતિ આઈ સ્મરણાર્થેના યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ લેસ્ટર ખાતે આવેલ મહેર જ્ઞાતિના કોમ્યુનિટી સેન્ટરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ગત એપ્રિલ-૨૦૨૨ના સૌરાષ્ટ્ર ૫ જીલ્લાઓના ૧૭૬ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં થઇ કૂલ ૫,૦૦૦ કિલોમીટરની “માં લીરબાઇ આઈ રથયાત્રા-2022” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.
આપણો મહેર સમાજ દેશ-વિદેશ ખાતે વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે યુ.કે. અને લેસ્ટરમાં બહોળા પ્રમાણમાં વસવાટ છે. ત્યારે લેસ્ટરમાં તા:- ૧૦/૦૭/૨૦૨૨ને રવિવારના રોજ લેસ્ટરમાં હિંદુ મંદિરથી લેસ્ટર મહેર કોમ્યુનીટી સેન્ટર સુધી માં લીરબાઇ આઈ તથા માં પુતિ આઈ યાત્રાનું આયોજન કરી વિદેશની ધરતી પર સનાતન હિંદુ ધર્મની આસ્થા અને સંસ્કૃતિની જાણવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ હતું. આ યાત્રામાં લેસ્ટર અને યુ.કે.ના વિવિધ ભાગોમાં વસતા મહેર ભાઈઓ-બહેનોએ પરંપરાગત પહેરવેશ સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીની પુરા ભક્તિ-ભાવથી સામૈયા અને આરતી સાથે યાત્રામાં સામેલ થયા હતા.
લેસ્ટર ખાતે આવેલ મહેર કોમ્યુનીટી સેન્ટરને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી રજત જયંતી મહોત્સવનું પણ લેસ્ટર મહેર કોમ્યુનીટી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા તેમજ માં લીરબાઇ આઈ તથા માં પુતિ આઈ સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પરંપરાગત મણિયારો રાસ તેમજ રાસડાનું આયોજન કરી વતનથી દૂર વિદેશમાં પણ મહેર સંસ્કૃતિને ધબકતી રાખવાનું કાર્ય કરેલ સાથે સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા કે જેના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્રમાં ‘‘માં લીરબાઇ આઈ રથયાત્રા-૨૦૨૨’’ નું સફળ આયોજન થયેલ જે બદલ લંડન મહેર એસોસીયેશન દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા. સમાજમાં સનાતન હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિની જાણવણીના ભાગરૂપે આ ધાર્મિક તેમજ સામાજિક જાગૃતિ અર્થે આયોજન કરવામાં આવેલ હતું.
આગામી સમયમાં પણ જ્ઞાતિનું સંગઠન મજબુત બને અને જ્ઞાતિજનો એક બીજાથી નજીક આવે એવા શુભ આશયથી ધાર્મિક અને સામાજિક મેળાવડાની પ્રવુતિઓનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપક્રમે આયોજન કરવામાં આવી રહ્યું છે. લેસ્ટર ખાતે યોજાયેલ માં લીરબાઇ આઈ યાત્રા તેમજ મહેર કોમ્યુનીટી સેન્ટરના રજત જયંતી મહોત્સવના સફળ આયોજનમાં શ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી માલદેભાઈ ઓડેદરા, લાખણશીભાઈ મોઢવાડિયા, સહદેવભાઈ સિસોદિયા, નાગાજણભાઈ બાપોદરા, સંજયભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ સિસોદિયા, પ્રતાપભાઈ ઓડેદરા, લખમણભાઈ ઓડેદરા સહીતના જ્ઞાતિ ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.







No Comments