સૌરાષ્ટ્રના હૃદય સમા શહેર રાજકોટ ખાતે સમસ્ત મહેર સમાજ સંચાલિત ‘શ્રી જીવાભાઇ છગનભાઈ પરમાર મહેર સમાજ’ ના નામકરણ સાથે વિશાળ સવલતો ધરાવતા સંકુલનું ગત તા. 7/5/2022 ને શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ સંકુલના નિર્માણમાં આજના આપણા વડીલો કે જેને પાયાના પથ્થર કહીએ તેની સખત મહેનત અને સમાજને સમર્પિત રાજકોટની ટીમ તેમજ સમાજના દાતાશ્રીના સહયોગથી આ મલ્ટીપર્પઝ મહેર સમાજના ભવ્ય સંકુલનું નિર્માણ શક્ય બન્યું.
વહેલી સવારે આ સંકુલની વાસ્તુ હવન સાથેની ધાર્મિક વિધિ શરૂ થઈ જેમાં ૧૫ દંપતીએ ભાગ લીધો સાંજના સમયે મહેમાનો પધારતા તેને ઢોલ શરણાઇના નાદ સાથે આવકારી ખાસ ટીમ દ્વારા પુરા સંકુલના દર્શન કરાવી તેની વિશેષતા બતાવવામાં આવી.
આ બહુહેતુક સંકુલની વિવિધ વિશેષતાઓ આ મુજબ છે.
(1) કુલ સાત પૈકી સેલર ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર જેનો ઉપયોગ બહુહેતુક હોલ તરીકે કરવામાં આવશે.
(2) સેકન્ડ ફ્લોર કે જેના 15 રૂમ હોસ્પિટલ સારવાર અર્થે બહારથી આવેલા આપણી જ્ઞાતિના દર્દીઓ તેમજ  સગાઓને રહેવા માટે સગવડ પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
(4) 3જા અને 4થા અને 5મા ફ્લોરના મળી કુલ 45 રૂમ આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે રહેવાની સગવડ પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
(5) વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા જેઠા ભાઈ ખીમાભાઈ કેશવાલાની પુત્રવધૂ સ્વ. સેજલબેન અરજનભાઈ કેશવાલાની સ્મૃતિ સ્વરૂપે સમાજ સંકુલ ને એમ્બ્યુલન્સ વાન ભેટ આપવામાં આવેલ છે જેનો ઉપયોગ દર્દીની emergency સગવડ પૂરી પાડવા થઈ શકશે.
સાંજે સાત વાગ્યે દીપ પ્રાગટ્ય વિધિ સાથે કાર્યક્રમની શરૂઆત થઇ જેમાં ઉપસ્તિથ મહાનુભાવોની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરવાની વિધિ પૂર્ણ કરી ભવનના મુખ્ય દાતા શ્રી જીવાભાઇ છગનભાઈ પરમાર ની સુપુત્રી અદિતીના હસ્તે રીબીન કટ કરી આ ભવ્ય ઇમારતને જ્ઞાતિની સગવડતા અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા રાજકોટ મહેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા દ્વારા પધારેલ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત બાદ ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવોને સ્થાનિક કાર્યકર્તા/અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવેલ.
આ પ્રસંગે લીરબાઇ માતાજીની રથયાત્રાને સફળ કાર્યક્રમ દ્વારા સામાજિક વિકાસ એકતા સંગઠન વ્યસનમુક્તિ વગેરે બાબતે વિકાસને ધ્યાને લઇ સફળ કાર્યક્રમ આપવા બદલ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરા નું સન્માન રાજકોટમાં સમાજના પ્રમુખ શ્રી પરબતભાઇ ઓડેદરા તથા રાજકોટ મહેર સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
ત્યારબાદ આ મહેર સમાજ ભવનના નિર્માણમાં મહત્વનું યોગ દાન આપનાર સર્વેનું ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવનના મુખ્ય દાતાશ્રીઓ આ પ્રમાણે છે. (૧) જીવાભાઈ છગનભાઈ પરમાર (૨) વિમલજીભાઈ નાથાજી ઓડેદરા (૩) જેઠાભાઈ ખીમાભાઈ કેશવાલા (૪)પરબતભાઈ ટપુભાઈ ઓડેદરા (૫) વિંઝાભાઈ વિરમભાઇ ઓડેદરા (૬) બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા (૭) નાગેશભાઇ રાજશીભાઇ ઓડેદરા (૮) રામભાઈ લાખાભાઈ ગોરાણીયા.
દાતાઓના સન્માન બાદ વિવિધ મુખ્ય વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ. આ પ્રસંગે મહેર સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ ડો.વીરમભાઈ ગોઢાણીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે બહુ અલ્પ સંખ્યા રાજકોટમાં ધરાવતા સમાજમાં ખૂબ જ સુંદર આ મલ્ટીપર્પઝ સંકુલ ઊભું થયું છે જે સમાજના વિકાસ અને સંગઠનનું પ્રતિક ગણવામાં આવશે. આજનો આ દિવસ ગૌરવ અને આનંદનો પ્રસંગ છે. જ્ઞાતિ ભાવના અને સંગઠનના લીધે સામાજીક પરિવર્તન આવ્યું અને જેથી ગામડે ગામડે આપણા સમાજો નિર્માણ પામી રહ્યા છે. રાજકોટ ટીમ દ્વારા સમાજની વિશિષ્ટ જરૂરિયાત જેમકે વિદ્યાર્થીઓનો અભ્યાસ દર્દીઓ માટેની સગવડ તેમજ એમ્બ્યુલન્સ જેવી સુવિધા પુર્ણ કરી ઉત્તમ સગવડ ઉભી કરી છે.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પુ. માલદેબાપુના ચરણોમાં વંદન કરી કહ્યું હતું કે તેમની સામાજિક સેવાની શરૂઆત રાજકોટથી થઈ હતી. રાજકોટમાં સાત માળનું મલ્ટિપર્પઝ હેતુ સાથે નિર્માણ પામેલું આ ભવન અન્ય જ્ઞાતિભવનો કરતાં અલગ છે અને સરાહનીય છે તેનો લાભ આપણી જ્ઞાતિજનો લઇ શકશે. રાજકોટ આપણા સમાજની ટીમે બધા ગૌરવ લઇ શકે તેવા ભવનનું નિર્માણ કર્યું છે તેમને ધન્યવાદ. અહીં એકાઉન્ટ ખુબ જ સરસ રીતે નિભાવવામાં આવ્યુ છે. એમ્બ્યુલન્સ સેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સેવા બની રહેશે. આ પ્રસંગે રથયાત્રાની સફળતાથી પ્રોત્સાહિત થઇ યુનાઇટેડ કિંગડમમાં પણ માં લીરબાઇ રથયાત્રાના પ્લાનિંગ વિચારશું એવો મત તેઓએ વ્યક્ત કર્યો હતો.
પોરબંદરના લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુકે રાજકોટની ટીમને ખૂબ જ અભિનંદન આપેલ. દાન મેળવવા અનેક મુશ્કેલી પડે છે અને આવી મુશ્કેલીઓ વેઠીને આ ભવન તૈયાર કર્યું એને માતાજી હજાર ગણું આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેઓએ પોતાના સમાજને પહેલા મદદરૂપ થવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ અન્ય સમાજના નાના માણસોને પણ આપણો સમાજ મદદરૂપ થાય તેની હાકલ કરી હતી.
અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વિચારો રજૂ કરતા રાજકોટ ખાતે આ ભવનના નિર્માણ માટેનો વિચાર રજુ કરનાર, અમલમાં મૂકનાર અને અનેક મુશ્કેલી અંતે ભવન નિર્માણ નો પ્રોજેક્ટ પૂર્ણ કરનાર સર્વેને હૃદય પૂર્વક અભિનંદન આપ્યા હતા. વર્ષો પૂર્વે રાજકોટમાં જૂજ પરિવાર હતા આજે ઘણો આપણો સમાજ આવી સ્થાયી થયો તે આનંદની વાત છે. આજે રાજકોટ મેડિકલ અને એજ્યુકેશન હબ બન્યું છે. આપણે વધુ સારી પ્રગતિ માટે જેમ બીજી જ્ઞાતિઓ કામ કરે છે તેમાંથી શીખી વધુ સારું કાર્ય કરવાનું છે. પૂર્વે આયોજન સાથે લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાને લઇ બનાવવામાં આવેલ આ મલ્ટીપર્પઝ ભવનમાં મલ્ટીપર્પઝ એક્ટિવિટી થશે અને આ ભવન બીજાને પ્રેરણા આપતું બની રહેશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા દ્વારા મહેર સમાજ સામાજિક રાજકીય અને આર્થિક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધ્યો છે એ ખુશીની વાત છે એવું જણાવી તેઓ આ સમાજનો ઋણી છે તેવો મત વ્યક્ત કર્યો હતો અને મહેર સમાજને મદદ કરવા હંમેશા તત્પર રહેશે તેમ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુળુભાઇ ગોઢાણીયા દ્વારા સમાજ ભવન નિર્માણનો ટુંકસાર આપી અને કરવામાં આવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ.લીલાભાઈ કડછા દ્વારા કરવામાં આવેલ. પ્રથમ તબક્કાના આ કાર્યક્રમ બાદ બહેનોના ભાતીગળ રાસડા તેમજ સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમુહ ભોજન બાદ દેવરાજભાઇ ગઢવી દ્વારા લોક સાહિત્ય તેમજ જયદેવ ગોસાઇ દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં આ ભવનના મુખ્ય દાતાશ્રી જીવાભાઈ પરમાર, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરા, મહેર સુપ્રીમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદરના માજી સાંસદ શ્રી ભરતભાઇ ઓડેદરા, વિરોધપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, MLA ગોવિંદભાઈ પટેલ ,રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, ભુપતભાઈ બોદર,ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના ઉપપ્રમુખો શ્રી બચુભાઈ આંત્રોલીયા, સાજણભાઈ ઓડેદરા, આલાભાઇ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા,  જીતેન્દ્રભાઈ વદર, અરજણભાઈ બાપોદરા, નવઘણભાઈ એલ મોઢવાડિયા, શ્રી મહેર શક્તિ સેનાના પ્રવક્તા શ્રી રાણાભાઈ ઓડેદરા તથા અન્ય જ્ઞાતિ અગ્રણીઓમાં શ્રી વિક્રમભાઈ ગોરાણીયા, સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી(બખરલા), અરજણભાઈ કડેગિયા(અમદાવાદ), મુળુભાઈ ઓડેદરા(જુનાગઢ), દેવાભાઈ પરમાર સ્થાનિક રાજકોટના અગ્રણી/કાર્યકર્તાઓ શ્રી પરબતભાઇ ઓડેદરા, વીંઝાભાઈ ઓડેદરા, નાગેશભાઈ ઓડેદરા, ડૉ.લીલાભાઈ કડછા, ભીમાભાઇ કેશવાલા,જેઠાભાઇ ખુંટી,રામભાઇ મોઢવાડીયા, અરજનભાઈ કેશવાલા, કેશુભાઈ ગરેજા, કેશુભાઈ બાપોદરા,બીપીનભાઈ ઓડેદરા,સમીરભાઈ ઓડેદરા, વૈદેભાઈ વાઘ, અરશીભાઇ ઓડેદરા, દિલીપભાઈ સુત્રેજા, માંડણભાઈ ગોરાણીયા, ભાવેશભાઈ ઓડેદરા, ડીવાયએસપી અરભમભાઈ ગોઢાણીયા,પોલીસ ઇન્સ્પેક્ટર મુળુભાઇ ગોઢાણીયા, નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર રામભાઇ ઓડેદરા, પીએસઆઇ ઝાંઝાભાઈ ઓડેદરા, પીએસઆઇ વિજયભાઈ ઓડેદરા, પીએસઆઇ રણમલભાઈ કડછા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કુતિયાણાથી ભીમાભાઇ મોડેદરા, સાજણભાઈ ઓડેદરા, જામનગરથી વેજાભાઈ ગોરાણીયા, ખીમાભાઈ ગોરાણીયા, લખુભાઈ મોઢવાડિયા, માંડણભાઈ કેશવાલા, જેસાભાઈ કેશવાલા, રાહુલ કેશવાલા, નીલેશ ભૂતિયા, જૂનાગઢથી પુંજાભાઈ સુત્રેજા, લખમણ જાડેજા, રામભાઈ બાપોદરા, ભાણવડથી વેજાભાઈ ઓડેદરા, વિરમભાઇ ઓડેદરા, રામભાઈ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, અનીલભાઈ ઓડેદરા, ગાંધીનગરથી દિલીપભાઈ ઓડેદરા, વિશાલ આગઠ, વડોદરાથી રામભાઈ ખુંટી, મોરબીથી પ્રો. વસ્તાભાઈ મોઢવાડિયા, હાજાભાઇ મોઢવાડિયા, છાંયાથી ભીમભાઈ ઓડેદરા(જયશ્રી મોટર્સ), કેશુભાઈ ગરેજા, રાણાવાવથી સમીર બાપોદરા, અનીલ બાપોદરા, પોરબંદરથી મસરીજી ઓડેદરા, નાગજણ ઓડેદરા, ભોજાભાઈ આગઠ, ખીમાભાઈ રાણાવાયા, પુંજાભાઈ ઓડેદરા, કેશુભાઈ ખુંટી, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઘ, વિસાવાડાથી કૃણાલ ઓડેદરા અને રાજસ્થાનથી મીણાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહેર સમાજના હોદેદારો:
પ્રમુખ: પરબતભાઈ ઓડેદરા
ઉપપ્રમુખો: વિંઝાભાઈ ઓડેદરા,
સભ્યો: નાગેશભાઇ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, ભીમાભાઇ કેશવાલા, અરજનભાઈ કેશવાલા, બીપીનભાઈ ઓડેદરા, ડૉ.લીલાભાઈ કડછા, ડૉ. વિજયભાઈ મોઢવાડિયા, આલાભાઇ ઓડેદરા, માંડણભાઈ ગોરાણીયા, બાલુભાઈ આગઠ, અરશીભાઇ ઓડેદરા, ભીમભાઈ સુત્રેજા, કમલેશભાઈ મોઢવાડિયા, રામભાઈ ગોરાણીયા, અરજનભાઈ પરમાર, ભાવેશભાઈ ઓડેદરા, રામભાઈ કારાવદરા.
(અહેવાલ: વિજયભાઈ કે.મોઢવાડિયા, ટાઈપીંગ: કરણ દીવરાણીયા, સંપાદન: ગાંગાભાઇ સરમા)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *