જ્ઞાતિમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિનાં હેતુસર આગામી ૧૨ એપ્રિલથી શરુ થઇ રહેલી માં લીરબાઇ આઈ રથયાત્રાના આયોજન અને પ્લાનિંગ સંદર્ભે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના હોદેદારો અને કાર્યકર્તાઓ વિવિધ રૂટો પર ગામડાઓની મુલાકાતો લઇ રહ્યા છે. આ પૈકી ઘેડ વિસ્તારના મિતિ, લાંગડ, ઘોડાદર , સરમા, માધવપુર, મંડેર, કડછ, બળેજ, રાતીયા સહીત ૧૭ ગામોમાં તા. ૨-૪-૨૦૨૨નાં રોજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શ્રી બચુભાઈ આંત્રોલીયા, ગાંડાભાઈ બાપોદરા, જેઠાભાઈ ઓડેદરા, ઠેબાભાઈ ચૌહાણ, કરશનભાઈ ચૌહાણ, વિરમભાઇ પરમાર, લીલાભાઈ પરમાર, અરજણભાઈ, લખમણભાઈ ખુંટી, નવઘણભાઈ વાઢેર વગેરે જોડાયા હતા.રૂટ ઉપરના ગામડાઓમાં જે તે ગામના સરપંચો અને ગ્રામજનો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *