મહેર સમાજના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલા(પૂજ્ય માલદેવ બાપુ)ની 56મી પુણ્યતિથિએ ભાવાંજલી કાર્યક્રમનું આયોજન શ્રી માલદેવ રાણા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ મહેર શક્તિ સેનાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ હતું
આ ભાવાંજલી કાર્યક્રમમાં સૌપ્રથમ સવારે નાથાભાગતના પાટીયાથી બરડા ડુંગરના પોલા પાણા સુધી શ્રી મહેર શક્તિ સેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ અને પોલા પાણે પૂજ્ય માલદેવ બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ મહેરનો પરંપરાગત મણીયારો રાસ રમાડવામાં આવેલ હતો ઉપરાંત નવનિયુક્ત મહેર જ્ઞાતિના સરપંચોનું સન્માન કરવામાં આવેલ હતું
ત્યાર પછી પોરબંદર સ્થિત પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને પૂજ્ય બાપુના પૌત્ર રણજીતભાઈ કેશવાલા તેમજ પૌત્રી શાંતાબેન ઓડેદરા સહિત જ્ઞાતિ આગેવાનોએ પુષ્પ અર્પણ કરી ઝુંડાળા મહેર સમાજથી મહેર વિદ્યાર્થી ભવન સુધી શિક્ષણ જાગૃતિ અભિયાન હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું કડિયા પ્લોટ ખાતે ભરતભાઈ મૈયારીયા તેમજ કાઉન્સીલ સોનલબેન મૈયારીયા તથા સુરજ પેલેસ ખાતે હિરલબા જાડેજાએ સ્વાગત કરી પુજય માલદેવ બાપુને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ રેલીમાર્ગ પર જ્ઞાતિજનોને હર્ષોલ્લાસથી સ્વાગત કર્યુ હતુ તેમજ પુજય માલદેવ બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહેર વિદ્યાર્થી ભવન ખાતે પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ પ્રતિકૃતિ સમક્ષ દીપ પ્રજજ્વલિત કરી પૂજ્ય બાપુની પુણ્યતિથિ શિક્ષણ દિવસ તરીકે ઉજવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ તકે પૂજ્ય માલદેવ બાપુના પૌત્રી શાંતાબેન ઓડેદરાનો અભિવાદન પ્રમુખ દેવીબેન ભૂતિયા દ્વારા કરવામાં આવેલ હતું.
આ ભાવાંજલિ કાર્યક્રમમાં હાજર મહેમાનોનું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરજણભાઇ બાપોદરાએ કર્યું હતું તેમજ ત્રણેય આયોજક સંસ્થાનો પરિચય સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયાએ આપ્યો હતો .
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ ઓડેદરાએ પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં વંદન કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે માલદેવ બાપુએ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે ભગીરથ પ્રયત્નો હાથ ધર્યા હતા આ ભગીરથ પ્રયત્નો ને આગળ ધપાવવા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ હતી. આ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ હેતુ શૈક્ષણિક લોન આપવા આવી રહી છે ત્યારે હવેથી આ શૈક્ષણિક લોનનું કાર્ય શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના સયુંકત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવશે તે માટે જરૂરી કમિટીની રચના પણ આગામી સમયમાં કરવામાં આવશે હાલ ઝુંડાળા મહેર સમાજ ખાતે જ્ઞાતિ ભવન તેમજ મહેર વિદ્યાર્થી ભવન ખાતે સમારકામ ચાલી રહ્યું છે જે માટે જ્ઞાતિના દાતાઓ પાસેથી પોતાના સ્વજનોની યાદગીરી રૂપે એક ફોટાદીઠ 1,05,000(અંકે એક લાખ પાંચ હજાર) ઝુંડાળા મહેર સમાજ માટે તેમજ એક ફોટાદીઠ રૂપિયા 26000 (છવ્વીસ હજાર) મહેર વિદ્યાર્થી ભવન માટે અનુદાન આપી જ્ઞાતિના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા માટે થઈ શકે છે તેમજ મહેર જ્ઞાતિના દરેક સક્ષમ પરિવારને વાર્ષિક રૂપિયા એક હજારનું અનુદાન સંસ્થાને આપવા શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા દ્વારા જ્ઞાતિજનોને અપિલ કરી હતી. શ્રી માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઇ ઓડેદરાએ ઝુંડાળા મહેર સમાજ ભવનના તેમજ મહેર વિદ્યાર્થી ભવનના દાતાશ્રીઓ તરફથી આપવામાં આવેલ અનુદાનને લગતી વિગતોની જાહેરાત પણ કરી હતી
આ કાર્યક્રમ અંતર્ગત મહેર શક્તિ સેનાના મુખ્ય પ્રવકતા શ્રી રાણાભાઇ ઓડેદરાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે કોઈપણ સમાજના શિક્ષણમાં જ્યાં સુધી કૌશલ્ય વિકાસ સાથે શિક્ષણ નહીં મળે રહે ત્યાં સુધી જે તે સમાજ શિક્ષિત થતાં પાછળ રહી જશે તેણે એવું પણ જણાવ્યું કે સમાજે બૌદ્ધિક રીતે સમૃદ્ધ થવાની ખાસ જરૂર છે અને આવનાર પેઢી નેતૃત્વ કરતા શીખે અને સમાજનું નેતૃત્વ કરે તે પણ ખૂબ જ જરૂરી છે.
રાણાભાઇ ઓડેદરા પોતે વ્યસનના સખત વિરોધી રહ્યા છે ત્યારે તેણે પોતાના વક્તવ્યમાં પણ વ્યસનથી સમાજને મુક્ત કરવાની વાત પર પણ ભાર મૂક્યો હતો અંતે તેણે જણાવ્યું કે દરેક દૂષણને દૂર કરવાની એકમાત્ર ચાવી એ શિક્ષણ છે
પૂજ્ય માલદેવ બાપુના ભાવાંજલિ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ભાનુપ્રકાશ એ પણ હાજરી આપી હતી તેઓએ જણાવ્યું કે સમાજના લોકોએ સામાજિક ઉત્કર્ષ ની ભાવના કેળવવી જોઇએ અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ થવા પણ સૂચન કર્યું હતું સ્વામીજીએ જણાવ્યું હતું કે જે સમાજ પોતાના શીર્ષસ્થ નેતૃત્વને ભૂલી જાય છે તે સમાજ આખરે અધોગતિ તરફ ધકેલાઈ જાય છે. તેઓએ મહત્વની વાત કરતા એ પણ જણાવ્યું હતું કે વ્યક્તિ વ્યસન સામે હારી જાય છે તેવા વ્યક્તિને કોઈપણ દુશ્મનની જરૂર નથી. ટીમ સ્પિરિટની ભાવના કેળવાય અને સમાજને યુવા નેતૃત્વ મળે તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ તેમણે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલને માતૃ સંસ્થા તરીકે જણાવી હતી અને ચાર વર્ષ પછી આપણે સૌ સાથે મળીને સંસ્થાની 25 વર્ષની રજત જયંતિ (સિલ્વર જ્યુબિલી)ની ઉજવણીનું આયોજન કરશું તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખશ્રી શ્રી ડૉ.વિરમભાઈ ગોઢાણીયા એ આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં પૂજ્ય માલદેવ બાપુના સંકલ્પો યાદ કર્યા હતા અને દ્રઢ સંકલ્પ દ્વારા પૂરા કરવા યુવા નેતૃત્વને આહવાન કર્યું હતું વિરમભાઈ પોતાના વક્તવ્યમાં સમાજના યુવા નેતૃત્વને બિરદાવ્યું હતું. છેલ્લા ૨૦ વર્ષથી મહેર સુપ્રીમ કાઉન્સિલ સમાજમાં શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ ફેલાવવા તેમજ જ્ઞાતિ સર્વાગી માટે કાર્યરત છે અને આ સંસ્થાના હોદ્દેદારો દ્વારા શ્રી મહેર વિદ્યાર્થી ભવનનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું હતું હાલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તથા મહેર વિદ્યાર્થી ભવનની જવાબદારી સંસ્થાના યુવા પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે વિમલજીભાઈ ઓડેદરા આ બંને સંસ્થાનું સફળ સંચાલન કરી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસને વેગવંતો બનાવવા કટિબદ્ધ છે. સમાજ આજના યુવા નેતૃત્વ પાસે ઘણી બધી આશા-અપેક્ષાઓ રાખે છે આગામી સમયમાં પણ નવયુવાનો સંસ્થાની સુકાની સંભાળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અંતે ડૉક્ટર સાહેબે જણાવ્યું કે આજના યુવાનને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે કેળવણી પણ મળી રહે તે અત્યંત જરૂરી છે
આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરાએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજની દરેક સામાજીક સંસ્થાઓ અરસપરસ સંકલન સાંધી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે તો સમાજને બહોળો લાભ થશે. પ્રમુખશ્રી આ તકે જણાવેલ કે સંસ્થાના તમામ વહીવટની પારદર્શિતા જળવાય રહે તે માટે સમયાંતરે સંસ્થાના હિસાબો જ્ઞાતિજનો સમક્ષ મુકવામાં આવશે, તેમજ જ્ઞાતિ પ્રમુખશ્રી તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારો સંસ્થાની દરેક પ્રવૃતિઓમાં પાછળ પોતાના વ્યક્તિગત ખર્ચ કરી સંસ્થાની કામગીરી કરી રહયા છે અને સમયાંતરે સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ જરુરી સાથ સહકાર તેમજ યથાયોગ્ય અનુદાન પણ આપતા રહી કામગીરીને વેગવંતી બનાવી રહયા છે. સંસ્થા સાથે સંકળાયેલ પ્રમુખશ્રીઓની કામગીરીથી તેમજ વિવિધ સમિતિથી જ્ઞાતિજનોને વાકેફ કરતા સંસ્થાની ખેડૂત સમિતિની કામગીરી સાજણભાઈ ઓડેદરાને સોંપવામાં આવેલી છે જેમાં હાલ ખેડૂતોને રાહત દરે કીટનાશક સ્પ્રે પંપ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને સંસ્થાની વિકાસ ગાથા રજુ કરતા મહેર ઇતિહાસ પુસ્તકની કામગીરીનું સંકલન બચુભાઇ આંત્રોલીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે સંસ્થાએ મહેર ડિજિટલ ડિરેક્ટરી તેમજ સુકલ્પ ઈ-મેગેઝીનની કામગીરી લાખાભાઈ કેશવાલાને સોંપવામાં આવેલ છે અને સમાજપયોગી પ્રવૃતિઓમાં ફંડની આવશ્યકતા પડતી હોય છે આ ફંડ એકત્ર કરવાની જવાબદારી અરજનભાઈ બાપોદરાને સોંપવામાં આવેલ છે ગ્રામ્ય વિસ્તારમાં વસતા આપણા સમાજના શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ અર્થે વિલેજ કાઉન્સિલની રચના કરેલ છે જેની કામગીરી નવઘણભાઈ બી. મોઢવાડિયા સંભાળી રહ્યા છે મહેર જ્ઞાતિની જુદી-જુદી સંસ્થાઓ વચ્ચે યોગ્ય સંકલન સાધી શકવાની કામગીરી નવઘણભાઈ એલ.મોઢવાડીયા બજાવી રહ્યા છે. જ્ઞાતિના અધિકારીઓનું માર્ગદર્શન જ્ઞાતિના ઉભરતા નવ યુવાનોને કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થઈ શકે તે માટે અધિકારી ગ્રુપના જીતેન્દ્રભાઈ વદરને આ જવાબદારી સોંપવામાં આવેલ છે તેના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનું આયોજન પણ કરવામાં આવેલ છે. જ્ઞાતિના દીકરા દીકરીઓને તેમને ઈચ્છિત જીવનસાથી મળી રહે તે માટે સંસ્થા દ્વારા મેટ્રોમોનીયલ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે તો એની જવાબદારી આલાભાઈ ઓડેદરાને સોપવામાં આવેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ અમદાવાદ અને પોરબંદર ખાતે જીવનસાથી પસંદગી મેળાનું સફળ આયોજન કરવામાં આવેલ હતું આમ સંસ્થાના ઉપપ્રમુખો ઉપરોક્ત વિવિધ પ્રવૃતિઓ સાથે સંકલન કરી પોતાની કામગીરી બજાબી રહ્યા છે
સંસ્થા દ્વારા જ્ઞાતિજનો એકબીજાની પ્રવૃતિઓથી માહિતગાર થઈ શકે તે માટે મહેર ડીઝીટલ ડિરેક્ટરી નામની મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે તેમાં સમાજના વધુમાં વધુ જ્ઞાતિજનો જોડાય તેવું આહવાન કરેલ છે સાથે આ એપ્લિકેશનમાં મહેર મેટ્રોમોનિયલ નામની સુવિધા જ્ઞાતિજનોને આપી છે જેમાં નોંધણી કરાવી લગ્નઇચ્છુક પોતાના સંતાનો માટે યોગ્ય જીવન સાથીની પસંદગી કરી શકે છે. આ માટે દરેક જ્ઞાતિજનોને સંસ્થાની ડિજિટલ ડિરેક્ટરી સાથે જોડવા આહવાન કરેલ. સંસ્થા અને જ્ઞાતિનો એક માત્ર ઉદ્દેશ સમાજ શિક્ષિત થાય, સંગઠિત થાય અને જ્ઞાતિના સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરી સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી
કાર્યક્રમના અંતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલાએ આ ભાવાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંસ્થાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ જ્ઞાતિજનો નો આભાર વ્યક્ત કર્યો હતો અને જ્ઞાતિમાં સંગઠનની ભાવના મજબૂત કરવા હાંકલ કરી હતી ઉપસ્થિત તમામને સમુહ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું
સમૂહ ભોજન બાદ રાત્રે લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી(ઉપલેટવાળા) દ્વારા લોકસંસ્કૃતીનું રસપાન કરાવ્યું હતું આ લોક ડાયરામાં સ્વર્ગસ્થ કાન્જી ભૂટા બારોટના પુત્ર ગુણવંત બારોટ એ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન પોપટ ખૂંટી દ્વારા કરવામાં આવ્યું હતું
પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજેલ આ ભાવાંજલિના સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ…
(1) શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડીયા યુએસએ
(2) શ્રી રણમલભાઈ વિરમભાઈ કેશવાલા, યુગાન્ડા
(3) શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા યુકે
આ ભાવાંજલિ કાર્યક્રમમાં રણજીતભાઈ કેશવાલા, શાંતાબેન ઓડેદરા ઝુંડાળા મહેર સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા , શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખશ્રી ડો.વિરમભાઈ ગોઢાણીયા તેમજ પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા મહેર શકિત સેનાના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખિરીયા, રાણાવાવ- કુતિયાણાના પુર્વ ધારાસભ્યશ્રી કરશનભાઈ ઓડેદરા , કોગ્રેસ આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, સ્વામી ભાનુપ્રકાશ, સામતભાઈ ઓડેદરા, એભાભાઈ કડછા, સાજણભાઈ ઓડેદરા, બચુભાઇ આંત્રોલિયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, જીતેન્દ્રભાઈ વદર, નવઘણભાઈ બી.મોઢવાડીયા, અરજનભાઈ બાપોદરા, નવઘણભાઈ એલ. મોઢવાડીયા, શ્રી મહેર શક્તિ સેનાના મુખ્ય પ્રવક્તા રાણાભાઈ ઓડેદરા તેમજ સંસ્થાના હોદ્દેદારો, ખીમભાઈ રાણાવાયા, વિક્રમભાઈ ઓડેદરા, ભીમભાઈ ગોરસિયા, વિરમભાઈ ઓડેદરા, ખીમભાઈ બાપોદરા, સામતભાઈ સુંડાવદરા, દેવાભાઈ ભૂતિયા, રાયદેભાઈ મોઢવાડીયા, જયેન્દ્રભાઈ ખુંટી, રાણાભાઈ સીડા, અરજનભાઈ ખીસ્તરિયા, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડીયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેશવાલા, પોરબંદર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, અરશીભાઈ ખૂંટી, જામજોધપુર માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી દેવાભાઈ પરમાર, પોરબંદર જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ, લીલાભાઈ પરમાર, જામનગર મહેર સમાજમાંથી વેજાભાઈ ગોરાણીયા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા, જીવાભાઇ પરમાર, રાજકોટ સીટી કાઉન્સીલના સભ્ય લીલાભાઈ કડછા, વડોદરા સીટી કાઉન્સીલના સભ્ય લક્ષમણભાઈ ઓડેદરા, જામનગર સીટી કાઉન્સીલના સભ્ય દેવશીભાઈ ઓડેદરા, જુનાગઢ સીટી કાઉન્સીલના પ્રમુખ રાજુભાઈ રાતિયા, નાથાભાઈ આગઠ, દેવાભાઈ ઓડેદરા, રણમલભાઈ ઓડેદરા, પ્રો.ડૉ. મુકેશ ગરેજા, કેશુભાઈ ગરેજા, કરશનભાઇ ગરેજા, મુરુભાઈ સિડા, રામભાઈ ઓડેદરા, બાબુભાઇ કારાવદરા, કેશુભાઈ ગરેજા, મનીષભાઈ બાપોદરા, સંદિપભાઈ સિસોદિયા, મસરિભાઈ બાપોદરા, કાનાભાઈ આગઠ, નાગજણભાઈ બાપોદરા, કુણાલભાઈ ઓડેદરા, નિલેશભાઈ પરમાર, ડૉ.ભરતભાઇ આગઠ, ડૉ.અજય દિવરાણીયા, ડૉ. ભરત ચૌહાણ, બાબુભાઇ કારાવદરા, જેઠાભાઇ ઓડેદરા, રાજુજીભાઈ ઓડેદરા, કાનાભાઈ મોઢવાડિયા, પૃથ્વીપાલભાઈ વિસાણા, રણજીતભાઈ ઓડેદરા, નિલેશભાઈ મોઢવાડિયા, લાખણશીભાઈ ગોરાણીયા, દેવશીભાઈ મોઢવાડીયા, ભોજાભાઈ આગઠ, નિલેશભાઈ ઓડેદરા, હમીરભાઈ ખીસ્તરીયા,રામભાઈ ઓડેદરા(ગૃહપતિ-મહેર વિદ્યાર્થી ભવન), રામભાઈ આગઠ, મહેર મહિલા મંડળના પ્રમુખ દેવીબેન ભૂતિયા, ગીતાબેન વિસાણા, રેખાબેન આગઠ, રાંભીબેન ઓડેદરા, પુતિબેન મોઢવાડિયા, હિરાબેન ગોરાણીયા, હિરાબેન રાણાવાયા, રમાબેન ભુતિયા, માયાબેન ઓડેદરા, શાંતિબેન ઓડેદરા, રેખાબેન ગોરાણીયા, માલતીબેન ઓડેદરા,મહેર શક્તિ સેનાના મહિલા મંડળના આગેવાન મંજુલાબેન બાપોદરા સહિતના આગેવાનો તેમજ કાર્યકર ભાઈઓ બહેનોએ વ્યક્તિગત હાજરી આપી હતી. આ તકે સંસ્થાના સેક્રેટરી મેહુલ થાનકી,ઓફીસ આસીસ્ટન્ટ ભરતભાઇ ઓડેદરા, કિશોરભાઈ ગોરખીયા, અનિલભાઈ જોષી, પ્રિન્સભાઇ, સુકલ્પ ઇ-મેગેઝીનમાંથી કરણભાઈ દિવરાણીયા પણ હાજર રહ્યા હતા. આ ભાવાંજલિ કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટીએ કર્યુ હતુ.
- અહેવાલ : કરણ મી. દિવરાણીયા













No Comments