શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત તેમજ ગાંધીનગર-અમદાવાદ અંતર્ગત મહેર જ્ઞાતિના ગ્રેજયુએટ યુવક યુવતીઓના જીવનસાથી પસંદગી સંમેલન અમદાવાદ ખાતે ૧પ-૦૮-ર૦ર૧ના રોજ યોજાઈ ગયો.આ સંમેલનની શુભ શરૂઆત જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પ્રણેતા પરમ પૂજય શ્રી માલદેવબાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ તથા જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપ પ્રજવલ્લીત કરી તેમજ ૭પમાં સ્વતંત્રદિન નિમિતે રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવેલ.આ સંમેલનની પ્રારંભિક રૂપરેખા અને સામાન્ય માર્ગદર્શક નિયમો શ્રી પરબતભાઈ ખિસ્તરીયા દ્વારા આપવામાં આવેલ તેમજ આમંત્રીત મહેમાનો તેમજ આ સંમેલનમાં જોડાયેલા યુવક યુવતીઓ તથા તેમના વાલીઓનું શબ્દો વડે સ્વાગત ડો.દિલીપભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતું.
આ તકે સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા આ સંમેલનમાં આયોજન માટે સૈાને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે જ્ઞાતિના સર્વાંગી વિકાસમાં જ્ઞાતિ પ્રવૃત્તિઓમાં સંકલન હોવું ખુબ જ આવશ્યક છે. જ્ઞાતિના સેવાકીય પ્રવૃત્તિ માટે જ્ઞાતિજનો અને જ્ઞાતિની વિવિધ સામાજિક સંસ્થાઓ એક સાથે એક છત્ર હેઠળ સંગઠિત થઈ જ્ઞાતિ વિકાસના કાર્યો કરે એજ આપણી સફળતા અને વિકાસ કહી શકાય. આ માટે સંસ્થાના દરેક ઉપપ્રમુખશ્રીઓ તેમજ સીટી કાઉન્સીલને જ્ઞાતિ સેવાકીય પ્રવૃત્તિઓની જવાબદારી સોંપી કામગીરીનું વિભાજન કરી જ્ઞાતિ વિકાસ કાર્યોને વેગવંતા બનાવા પ્રયાસો સૈાના સાથ સહકારથી શરૂ કર્યા છે. આ જીવનસાથી પસંદગી સંમેલનએ એક પારિવારીક મિલન છે પહેલાના સમયમાં પરિવારોના વડિલો દ્વારા ધાર્મિક અને સામાજિક મેળાવળામાં પોતાના લગ્ન ઈચ્છુક સંતાનો માટે ભાવી જીવનસાથીની પસંદગી કરતા પણ હાલ સમય બદલાયો છે. સંતાનને પોતાના ભાવી જીવનસાથી પસંદગી માટે સ્વતંત્રતા આપી જ્ઞાતિના દિકરા દિકરીઓ માટે આ પ્રકારના સંમેલનનું આયોજન શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વર્તમાન સમયની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી જ્ઞાતિના દિકરા દિકરીઓ પોતાને મનપસંદ અને સમકક્ષ વિચારધારા તેમજ શૈક્ષણિક લાયકાત મુજબ જીવનસાથીની પસંદગી કરી શકે તે માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ તેમણે જણાવેલ કે સંસ્થા દ્વારા દેશ વિદેશમાં વસતા જ્ઞાતિના દિકરા દિકરીઓ માટે યોગ્ય જીવનસાથી પસંદગી મળી રહે તે હેતુથી એક મોબાઈલ એપ્લીકેશન પણ શરૂ કરવામાં આવી છે. જેમાં દિકરા દિકરીઓ કે તેમના વાલીગણ પોતાના લગ્ન ઈચ્છુક સંતાનોનું રજીસ્ટ્રેશન કરાવી પોતાની અનુકુળતા મુજબના ભાવી જીવનસાથીની પસંદગી કરી શકશે.
આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલા જીવનસાથી પસંદગી સંમેલનમાં દેશ વિદેશથી મહેર જ્ઞાતિના ૧૬ર જેટલા લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ નોંધણી કરાવી હતી અને તેમાથી બહોળી સંખ્યામાં પોતાના ઈચ્છીત જીવનસાથી પસંદગી માટે આ સંમેલનમાં હાજરી આપી પોતાનો પરિચય આપેલ હતો. સંમેલનના અંતમાં સ્થળ પર જ યુવક યુવતીઓને તેમની પસંદગી મુજબના પાત્ર તેમજ તેમના પરિવાર સાથે મધ્યસ્થીના માધ્યમથી ઐાપચારિક મીટીંગ પણ ગોઠવી આપવામાં આવી હતી.
આ સંમેલનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, મેટ્રીમોનિયલ સમિતિના પ્રભારી તથા સંસ્થાના ઉપપ્રમુખશ્રી આલાભાઈ ઓડેદરા,કન્વીનર શ્રી નાગેસભાઈ ઓડેદરા,શ્રી હિરલબા જાડેજા,શ્રી રામદેભાઈ મોઢવાડિયા શ્રી દેવેનભાઈ કેશવાલા, શ્રીમતિ મનિષાબેન કેશવાલા, સંસ્થાના ઉપપ્રમુખશ્રી સાજણભાઈ ઓડેદરા,શ્રી બચુભાઈ આંત્રોલિયા, શ્રી જીતેન્દ્રભાઈ વદર,શ્રી નવધણભાઈ બી. મોઢવાડિયા, સંસ્થા ટ્રસ્ટશ્રી અરજનભાઈ ખિસ્તરીયા, મુંબઈ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી દાસભાઈ ભોગેસરા, અમદાવાદ સીટી કાઉન્સીલના પ્રમુખ શ્રી અર્જૂનભાઈ કડેગીયા,ડો.મેણંદભાઈ ભોગેસરા, જુનાગઢ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી રાજુભાઈ રાતિયા, જામનગરથી રેણુકાબેન કેશવાલા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રી વિંઝાભાઈ ઓડેદરા, શ્રી અશોકજીભાઈ ઓડેદરા, ડો. લીલાભાઈ કડછા, ડો. રાજીબેન કડછા, પોરબંદરથી ખીમાભાઈ રાણાવાયા, હિરાબેન રાણાવાયા, કેશુભાઈ વાઘ તેમજ અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સીલ ટીમમાંથી ડો. દિલીપભાઈ ઓડેદરા, પરબતભાઈ ખિસ્તરીયા, કેશુભાઈ કેશવાલા , કૃણાલભાઈ ઓડેદરા, કરણભાઈ સુત્રેજા, તેજસભાઈ ઓડેદરા, કાળુભાઇ ઓડેદરા, જેતાભાઈ મોડેદરા, રમેશભાઈ ઓડેદરા, બાબુભાઈ મોઢવાડીયા, વિરાજભાઈ કડેગીયા, અરભમભાઈ મોઢવાડિયા, ઓઘડભાઈ કુછડીયા,સી.એ. રામ ભાઈ ઓડેદરા,મયુર કૂછડિયા, પ્રતિકભાઈ દાસા, વિજયભાઈ ઓડેદરા, નેભાભાઈ કડેગીયા, કિંજલબેન ઓડેદરા, ભીનીબેન ઓડેદરા , કુસુમબેન કડેગિયા, ક્રિષ્નાબેન ઓડેદરા, મીનાબેન વાઘ, શોભાનાબેન ખિસ્તરિયા, લીલુબેન ઓડેદરા, શીતલબેન ઓડેદરા, શ્વેતાબેન જાડેજા, કાજલબેન ઓડેદરા સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. આ જ્ઞાતિ સેવાયજ્ઞને પ્રેરકબળ પુરુ પાડેલ હતું. ગાંધીનગર-અમદાવાદ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી અર્જૂનભાઈ કડેગીયાએ આ સંમેલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તન,મન અને ધનથી આ સેવા કાર્યોમાં જોડાયેલા જ્ઞાતિજનોનો આભાર ભાવ વ્યકત કરી સંમેલન પૂર્ણ જાહેર કરેલ.
(આર્ટિકલ સોર્સ: IMSC કાર્યાલય)








No Comments