નારી જાગૃતિ અને નારી શિક્ષણના પ્રસાર માટે છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણના માધ્યમ થકી ગુજરાતમાં આગવું અને વિશિષ્ટ ગૌરવપ્રદ યોગદાન આપનાર પોરબંદર ખાતે આવેલ શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા કોલેજના રંગમંચ ઓપન એર થિયેટર ખાતે તાજેતરમાં કોલેજની જુદી જુદી વિધાશાખાઓમાં પ્રથમ નંબર મેળવનારી વિધાર્થીનીઓને સુવર્ણ ચંદ્રક એવોર્ડ વિતરણ તથા કોલેજના પ્રોફેસર ડો.એમ.એન. વાઘેલા લિખિત પ્રવાસી મજદુર કી સમસ્યા, ચુનૌતિયા ઔર સમાધાન ભાગ-૧, ર પુસ્તકોનો વિમોચન સમારંભ કોલેજના સભાખંડમાં ટ્રસ્ટીગણ તથા કોલેજના પ્રોફેસરો,આમંત્રિતો સહિતની ઉપસ્થિતિમાં યોજાય ગયો.
જ્ઞાનના વૈશ્વિકરણ અને આજના આધુનિક જેટ ગતિના સ્પર્ધાત્મક યુગના સમયમાં આપણે શ્રેષ્ઠતા સાબિત કરવી અનિવાર્ય રહેશે. ત્યારે માત્ર કોઈ ડીગ્રી મેળવવી એ અંત નથી પરંતુ આરંભ છે. ડીગ્રીઓ મેળવનાર વિર્ધાર્થીનીઓએ હવે પોતાના કૌશલ્યનો ઉપયોગ સમાજના હિતાર્થે કરવાનો છે. ભાવિ પડકારોને ઝીલવા સાંપ્રત સમયમાં માત્ર શિક્ષણ નહિ પણ સાથોસાથ સંસ્કારોનુ ઘડતર પણ અનિવાર્ય છે. કારણ કે,આવતી કાલ દિકરીઓએ સામર્થ્યવાન બનીને પરિવારમાં સામાજીક જવાબદારીઓ નિભાવવાની છે તેમ કોલેજની વિધાર્થીઓને ચુવર્ણ ચંદ્રક એવોર્ડ વિતરણ તથા પુસ્તકોનો વિમોચન સમારંભ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાનવીર દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યુ હતું.
મહિલા કોલેજના પોફેસર ડો.એમ. એન.વાઘેલા લિખિત પ્રવાસી મજદુર કી સમસ્યા, ચુનૌતિયા ઔર સમાધાન ભાગ-૧, ર પુસ્તકોનુ વિમોચન કરતાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યુ હતું. કે આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં વાંચનવૃતિ નિષ્ક્રીય, નિ:રસ બની ગઈ છે ત્યારે ભાવી પડકારો ને ઝીલવા શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન માટે વાંચનરસ કેળવવો જરૂરી છે. પુસ્તકોના વાંચન થકી જ તમારા વ્યકિતત્વને ખિલવી શકાશે.આજનો રીડર એ આવતી કાલનો લીડર છે. તેમ જણાવેલ.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે કોઈ પણ બાળક તે ગરીબ હોય કે તવંગર હોય પરંતુ તેમાં પ્રતિભા પડેલી જ હોય છે. માત્ર તેમને હુંફ, પ્રેરણા અને પ્રોત્સાહન જરૂરી છે. જો તે મળી રહે તો તેમની પ્રતિભા ખીલી ઉઠે છે. આઈ.પી.એસ. અધિકારીઓ પણ ગામડાંના સામાન્ય કુટુંબમાંથી આવતા હોય છે. અને તેઓ સરકારી શાળામાં ભણેલા હોય છે. વિશેષમાં અર્જુનભાઈ એ ઉમેર્યુ હતુ કે જે વર્ગને આપણે અવગણીએ છીએ તે મજુરો છે મજુરોના પરસેવા અને પરિશ્રમ થકી જ ભવ્ય ઈમારતો નિર્માણ પામે છે. ત્યારે આપણે જાતને ઢંઢોળી મજુરો પ્રત્યે સંવેદના કેળવવી જરૂરી છે.
શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ આજે શિક્ષણતંત્રમાં મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે ત્યારે દીકરીઓએ આ મૂલ્યોનું વાવેતર કરવાનુ છે.આ મહિલા કોલેજની સંસ્કાર ઘડતરની પ્રયોગ શાળા હોય ત્યારે ઉજજવળ કારકિર્દીની શુભેચ્છાઓ આપી હતી.
સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઇ ઓડેદરા તથા એકટીવ ટ્રસ્ટી ભરતભાઈ વીસાણાએ સુસંકલન, કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારી જયાં જયાં હોય ત્યાં તેવી સંસ્થાઓનો વિકાસ અવશ્ય ખીલી ઉઠે છે. જેનું આ મહિલા કોલેજ ઉદાહણ પુરૂ પાડે છે. તેમ જણાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલા કોલેજના પ્રોફેસર ડો.એમ. એન.વાઘેલાએ પોતાના પુસ્તક લેખનના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે કોરોના મહામારી વચ્ચે આ કોલેજમાં ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સેમિનારમાં અધ્યાપકોએ જે રિસર્ચ પેપરો પ્રસ્તૃત કર્યા હતાં તેમાંથી મને પુસ્તક સંપાદન કરવાની પ્રેરણા મળી હતી. વિધાર્થીઓ અને સંસ્થાની પ્રગતિ એજ મારો ધ્યેય રહ્યો છે. પોતાને પ્રાપ્ત થયેલ આ ગૌરવનું શ્રેય તેમણે સંસ્થા પરિવારને બક્ષ્યુ હતું.
આ તકે મહિલા કોલેજની જુદી જુદી વિધાશાખાઓમાં પ્રથમ નંબરમાં જેવી કે આર્ટસમાં સોલંકી દેવ્યાની હરેશભાઈ (અર્થશાસ્ત્ર) કોમર્સ (ગુજરાતી મીડીયમ) માં ઓડેદરા પૂજા વિક્રમભાઈ, કોમર્સ (ઈગ્લીશ મીડીયમ) માં વારા નિકિતા જયેશભાઈ, હોમ સાયન્સમાં નાંઢા નંદિની રાજેશભાઈ, એમ.એ.માં ચાવડા ભાવિશા મેરખીભાઈ, એમ.કોમ.માં લોઢારી ભાવના દેવજીભાઈ એ કોલેજમાં પ્રથમ નંબર મેળવતાં આ વિધાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા સુવર્ણ ચંદ્રક એવોર્ડ તથા પ્રશસ્યપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવેલી હતી.
સ્વાગત પ્રવચન મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.કેતનભાઈ શાહે કર્યું હતુ. જયારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આભાર દર્શન ડો. રેખાબેન મોઢાએ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વર આર. ભરડા,એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. સંજય અગલ, કોલેજના નવનિયુકત એડમિનીસ્ટ્રેટર વિભાગના ડાયરેકટર ડો.જીજ્ઞેશભાઈ રાજયગુરૂ, લોકસાહિત્યકાર ગગજીભાઈ ગઢવી, ડો.મહેન્દ્ર્ભાઈ વાળા, સમાજશ્રેષ્ઠી આનંદભાઈ દાફડા, ભરતભાઈ મકવાણા, જુદીજુદી ફેકલ્ટીનાવડાઓ, અધ્યાપકગણ, વાલીગણ અને વિધાર્થીની ગણએ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરીને હાજરી આપી હતી.
–– શ્રી વિરમભાઇ આગઠ, સુકલ્પ રિપોર્ટર,ગોસા દ્વારા



No Comments