શ્રી ઇન્ટનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સ્થાપક પ્રમુખ અને ડો. વી.આર.ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટ પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાનું તેમની ૩૮ વર્ષની શિક્ષણયાત્રા દ્વારા આ વિસ્તાર ને વિવિધ સંસ્થાઓને માતબર અનુદાન આપનાર અને કન્યાઓને શિક્ષણ આપી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર કરીને દેશ વિદેશમાં પોરબંદરને ગૌરવ અપાવનાર વિદ્યાપુરુષ ડો. વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાનું 38 વર્ષની શિક્ષણ સેવા આપવા બદલ માધવાણી કોલેજના પરિસરમાં ૭૯ મા સ્વાતંત્ર દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાષ્ટ્રિય સંત શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગૌરવ પુરષ્કાર આપી અદકેરું સન્માન સાથે બહુમાન કરવામાં આવતા દેશ વિદેશ સહીત પોરબંદર વિસ્તારનું ગૌરવ વધારવા બદલ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર અને શ્રી ઇન્ટનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ બેહદ ખુશી અનુભવી હાર્દિક અભિનંદન સાથે અંતરની શુભેચ્છા ઓ પાઠવે છે

Sukalp Magazine