યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને નેતૃત્વ સોપાયું છે.
યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશનમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરાની સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે નિમણુક થઇ છે. ગુજરાતીઓના વિકાસ માટે કાર્યરત એવી આ બિનરાજકીય સંસ્થામાં વિમલજીભાઈની વર્ષ ૨૦૨૩-૨૦૨૫ દરમિયાનની આ બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે નિમણુક થતા પોરબંદર પંથકના અને વિશ્વભરમાં ફેલાયેલા મહેર સમાજમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ છે. તો જનરલ સેક્રેટરી તરીકે સંજયભાઈ સુકાભાઈ ઓડેદરાની પણ બીજી ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે. તે ઉપરાંત એકજીક્યુટીવ મેમ્બરમાં મહેર સમાજના અગ્રણીઓ શૈલેષભાઈ મુંજાભાઈ ઓડેદરા અને રમેશભાઈ રાજશીભાઇ ઓડેદરાની વરણી કરવામાં આવી છે. દેશ-વિદેશમાં વસતા મહેર સમજે આ તમામ અગ્રણીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *