આપણો મહેર સમાજ બરડા અને ઘેડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરે છે અને આ બન્ને વિસ્તારોની ભૈાગોલિક પરિસ્થિતિ જુદી જુદી હોય તેમજ બન્ને વિસ્તારોની જરૂરીયાતો અને સમસ્યાઓ પણ અલગ અલગ છે. આ અંતર્ગત શ્રી ઈન્ટરનેશલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વિલેજ મહેર સુપ્રિમ કાઉન્સીલની રચના કરવામાં આવી છે. આપણાં વિસ્તારના ગામડાઓમાં સ્વચ્છતા અને સુવિધાસભર વિકાસ કરવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કટિબદ્ઘ છે. જેથી હાલ પ્રારંભિક તબકકે સ્માર્ટ વિલેજ પ્રોજેકટ અંતર્ગત બરડા વિસ્તારમાંથી ફટાણા તેમજ ઘેડ વિસ્તારમાંથી ગરેજ ગામને આ પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરવામાં આવેલા છે.
આ સ્માર્ટ વિલેજ પ્રોજેકટ અંતર્ગત બન્ને સંસ્થા દ્વારા પસંદ કરેલા ગામોમાં ઘરે ઘરે જઈ ત્યાંની સ્થાનિક સમસ્યાઓ તેમજ જરૂરીયાતોનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ જે તે ગામની જરૂરીયાતો અને સમસ્યાઓ મુજબ ગ્રામ્ય સ્વચ્છતા, પ્રાથમિક શિક્ષણ (ડિઝીટલ શિક્ષણ) અને આરોગ્ય (ટેલી મેડિસીન) સહિતની સુવિધાઓ માટે પ્રાયોગિક ધોરણે આગામી છ મહિના સુધી આ દિશામાં કામ કરવામાં આવશે. આ સ્થાનિક સમસ્યાઓ અને જરૂરીયાતોના સકારાત્મક પરિણામો મળ્યે આપણા વિસ્તારના અન્ય ગામોમાં પણ આ સ્માર્ટ વિલેજ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.
ઉપરોકત પ્રોજેકટ અંગે શરૂઆતના પ્રાયોગિક ધોરણે થતાં પ્રાથમિક ખર્ચ માટે સમાજના દાતાશ્રીઓ દ્વારા સ્થાનિક ગામ દત્તક લેવામાં આવશે. હાલ બરડા વિસ્તારમાંથી ફટાણા દાતાશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને ઘેડ વિસ્તારમાંથી ગરેજ ગામ પ્રાયોગિક ધોરણે તેમજ ગરેજ ગામના દાતાશ્રી બચુભાઈ આંત્રોલીયા દ્વારા દત્તક લેવામાં આવેલા છે. આ સ્માર્ટ વિલેજ પ્રોજેકટ અંગેના પ્રાથમિક ખર્ચ દત્તક લેનાર દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવશે. આ પાયલોટ પ્રોજેકટ આ અંતર્ગત બંને ગામના વિકાસાર્થે ફટાણા ગામ માટે ચંદ્રેશભાઈ કારાવદરા તેમજ ગરેજ ગામ માટે જલ્પાબેન ઓડેદરાની સ્માર્ટ વિલેજ મેનેજર તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે. આ બંને સ્માર્ટ વિલેજ મેનેજર તેમને સોંપવામાં આવેલ ગામની રૂબરુ મુલાકાત લઈ સ્થાનિક લોકોનો સંપર્ક કરી જરુરી માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરશે અને ત્યારબાદ સ્થાનિક જરુરીયાતોને ધ્યાને લઈ ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ આ પાયલોટ પ્રોજેક્ટ ની સફળતા બાદ આ બંને વિસ્તારમાં અન્ય ગામોને પણ આ પ્રોજેક્ટ હેઠળ જોડવામાં આવશે.



No Comments