સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા શ્રી જીવાભાઇ છગનભાઈ પરમાર મહેર સમાજ રાજકોટ ખાતે નૂતન વર્ષા સ્નેહમિલન તેમજ સાધારણસભાનું તારીખ 15-11-2025 ના રોજ આયોજન કરવામાં આવેલું હતું.
શિક્ષણ તેમજ ધંધા રોજગાર અર્થે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી રાજકોટ ખાતે સ્થાયી થયેલા મહેર સમાજના પરિવારો એકબીજાથી પરિચિત થઈ જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે સંકલન કરી શકે તેવા ઉમદા વિચારો સાથે સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું હતું.
નૂતનવર્ષા સ્નેહમિલન એક પારિવારિક વાતાવરણ વચ્ચે કેદાર ગ્રુપ પ્રસ્તુત જીતુ માંકડ દ્વારા સદાબહાર ગીતો સાથે સંગીત ઉત્સવનું પણ આયોજન હાથ ધરવામાં આવેલું હતું સાથે સાથે ગતવર્ષમાં સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓથી જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા.
રાજકોટ ખાતે શિક્ષણ તેમજ વ્યવસાય અર્થે તથા મેડિકલ કામકાજ અર્થે આવતા જ્ઞાતિજનોને યોગ્ય મદદરૂપ થવા રાજકોટ મહેર સમાજ હંમેશા કાર્યરત રહે છે. શ્રી જીવાભાઇ પરમાર મહેર સમાજ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને તેમજ દવાખાને અર્થે આવતા દર્દીઓ અને તેમના પરિવારને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે તથા જ્ઞાતિના પરિવારિક પ્રસંગોનું પણ આ ભવન ખાતે આયોજન કરવામાં આવે છે.
આજના આ સ્નેહ મિલનના અવસરે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા હાલ યુકે હોવાથી તેમણે સમસ્ત રાજકોટ સમાજને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી અને તેમના શુભેચ્છા સંદેશામાં જણાવેલું કે મા લીરબાઈ આઈ અને પૂજ્ય માલદેવ બાપુના અસીમ આશીર્વાદ સાથે આજે આપણો મહેર સમાજ શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે ત્યારે આ વિકાસ યાત્રા વણથંભી બને અને જ્ઞાતિજનો એકબીજા સાથે સંકલન કરી એક મજબૂત સંગઠનની રચના કરે તે આજના યુગમાં ખૂબ જ આવશ્યક છે અને મને વિશ્વાસ છે કે રાજકોટ મહેર સમાજ આ ભાવના સાથે સહભાગી બનશે.
આજના મિલનને અંતે સૌએ સાથે સુરુચિ ભોજન લીધું હતું. તેમજ સ્નેહમિલનના સફળ આયોજન માટે સમસ્ત રાજકોટ મહેર સમાજે ભારે જહેમત ઉઠાવી હતી.


No Comments