મહેર જ્ઞાતિના સર્વાંગી વિકાસના પથદર્શક અને જ્ઞાતિ શિરોમણી પૂજ્ય માલદેવ બાપુએ મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા વિચારો સાથે પોરબંદરના ઝુંડાળા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી ભવન તથા જ્ઞાતિભવનની સ્થાપના કરી હતી. સને ૧૯૮૮માં પોરબંદરના એરપોર્ટ રોડ ખાતે ઇસ્ટ આફ્રિકાના ભાઈઓ તથા ડો.વિરમભાઈ ગોઢાણીયાના પ્રયાસોથી ૬૦૦૦ ચો. વાર જમીન ઉપર શ્રી મહેર વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયેલ છે.
જ્ઞાતિમાં શિક્ષણની જ્યોત જગાવનાર પૂજય માલદેવ બાપુની ૧૪૧મી જન્મજયંતીના શુભદિવસે શ્રી મહેર વિદ્યાર્થી ભવન તથા જ્ઞાતિ ભવન પોરબંદર દ્વારા આ વિદ્યાર્થી ભવનનું શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થીભવન નામાંકરણ કરવામાં આવેલ છે.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સહમંત્રી ભીમભાઇ ગોરસીયાએ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું, મહેમાનોનું શબ્દોથી સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખ સામતભાઇ ઓડેદરાએ કર્યું હતું. આ નામાંકરણ કાર્યક્રમની શુભ શરૂઆત પૂજ્ય માલદેવ બાપુના પૌત્ર શ્રી રણજીતભાઈ લક્ષ્મણભાઈ કેશવાલા તથા પૌત્રી શ્રીમતી શાંતિબેન ભરતભાઈ ઓડેદરાની ઉપસ્થિતિમાં સાંદિપની આશ્રમના આચાયૅ તેમજ ઋષિકુમારો દ્વારા વૈદીક મંત્રોચાર દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારબાદ દિપ પ્રાગટય કરી મહાનુભાવોના હસ્તે સંસ્થાનું નામકરણ શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન પોરબંદરનું અનાવરણ કરવામાં આવેલ હતું.
આ તકે સંસ્થાના ફંડ સમિતિના અધ્યક્ષ મુરબ્બી શ્રી ભરતભાઇ માલદેવજીભાઇ ઓડેદરાએ પૂજય માલદેવ બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અપર્ણ કરી પોતાના વકતવ્યમાં પૂજય માલદેવ બાપુએ કરેલા જ્ઞાતિના સર્વાંગી વિકાસના અથાક પ્રયાસોને યાદ કરી પૂજય બાપુના સ્વપ્ન એવા શ્રી મહેર વિદ્યાર્થી ભવનના ૧૯૮૮માં પોરબંદરના એરપોર્ટ રોડ ખાતે અલગ બિ૯ડીંગનું નિર્માણ ઇસ્ટ આફ્રિકાના ભાઈઓ તેમજ ડો.વિરમભાઇ ગોઢાણીયાના પ્રયાસોથી કરવામાં આવેલ હતું તેવું જણાવેલ. ત્યારબાદ વર્ષ ર૦ર૧માં આ ભવન જર્જરિત થતાં ફરી જ્ઞાતિજનો ને અપિલ કરી ફોટા સ્મૃતિ અનુદાન સાથે કુલ એંશી લાખ જેટલો માતબર ખર્ચ કરી ભવનનું રીપેરીંગ કાર્ય કરવામાં આવેલ હતું. આ વિદ્યાર્થી ભવનની સ્થાપના તેમજ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ અર્થે કરેલા અથાક પ્રયાસો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના ભાગરૂપે પૂજય બાપુની ૧૪૧મી જન્મજયંતિ નિમિતે વિદ્યાર્થી ભવનનું નામાંકરણ શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન કરવામાં આવેલ છે એ રીતે બાપુને અંજલિ અર્પણ કરવામાં આવી છે. તેઓએ મહેર વિદ્યાર્થી ભવનમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવા લવાજમ સાથે રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા જ્ઞાતિજનોને દૈનિક ભોજન સેવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવેલ કે આ વિદ્યાર્થી ભવનના ભાવિ વિકાસકાર્યો તેમજ ભવનની જાળવણી હેતુ આગોતરૂ ફંડ એકત્ર કરવાની સંસ્થા વતી જવાબદારી સ્વીકારી આ વિદ્યાર્થી ભવનની પિતૃ સંસ્થા શ્રી ઝુંડાળા મહેર સમાજના પ્રમુખશ્રી બાબુભાઇ બોખીરીયા તેમજ ટ્રસ્ટ મંડળ દ્વારા રૂા.પંદર લાખ ફાળવવામાં આવેલ છે. તેમજ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ હેતુ કાર્યરત સંસ્થાઓ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પંદર લાખ તથા શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંદર લાખનું અનુદાન આપવામાં આવેલ છે. સાથો સાથ શ્રીમતિ સ્મિતાબેન વિમલજીભાઇ ઓડેદરા પરિવાર (યુ.કે.) તરફથી રૂા.અગિયાર લાખનું અનુદાન આપવામાં આવેલ છે. તદુપરાંત શ્રી જામનગર મહેર સમાજ તરફથી ૧પ૧૦૦૦, શ્રી સુદામા સેવા સાર્વજનિક ટ્રસ્ટ તરફથી એક લાખ તથા બચુભાઈ આંત્રોલીયા પરિવાર તરફથી પ૧૦૦૦ નું અનુદાન આપવામાં આવેલ છે. તેમજ અનેક જ્ઞાતિ આગેવાનો તરફથી પણ અનુદાન જાહેર કરવામાં આવેલ હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા પૂજય માલદેવ બાપુની ૧૪૧મી જન્મ જયંતિ નિમિતે યોજાયેલા વિદ્યાર્થી ભવનના નામાંકરણ કાર્યક્રમ નિમિતે યુ.કે.થી ખાસ ઉપસ્થિત રહી પૂજય માલદેવ બાપુને પૂષ્પાંજલિ અર્પણ કરી પોતાના વકતવ્યમાં પૂજય માલદેવ બાપુના જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી શ્રી મહેર વિદ્યાર્થી ભવનનું નામાંકરણ પૂજય માલદેવ બાપુના નામ પરથી કરવામાં આવેલ તે બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. અને મુરબ્બીશ્રી ભરતભાઇ ઓડેદરા દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા. દરેક સમાજના વિકાસમાં શિક્ષણ પાયારૂપ કાર્ય કરે છે અને આ ધ્યેય સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા છે૯લા રપ વર્ષથી કાર્યરત છે. જે માટે જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે શૈક્ષણિક આર્થિક સહાય, સ્પર્ધાત્મક પરિક્ષા માટે વિના મૂ૯યે કલાસીસ તેમજ આ વિદ્યાર્થી ભવનના વિકાસ અર્થે પણ સમયાંતરે આર્થિક સહાય પુરી પાડવામાં આવેલ છે. વધુમાં તેઓએ હાજર જ્ઞાતિજનોને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા દ્વારા આગામી જાન્યુઆરી ર૦ર૬માં પૂજય માં લીરબાઇ આઇના ૧પ૦માં નિર્વાણ દિવસ નિમિતે મોઢવાડા ખાતે ભવ્ય કાર્યક્રમના આયોજન તેમજ ડિસેમ્બર-ર૦રપ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી માહિતગાર કર્યો હતા. પોતાના વકતવ્યના અંતમાં પૂજય માલદેવ બાપુએ કરેલ જ્ઞાતિ વિકાસના કાર્યોને આગળ ધપાવવા તેમજ આપણી આવનાર પેઢીને પણ આ ભગીરથ કાર્યને આગળ વધારવા સંનિષ્ટ પ્રયાસો કરવા જ્ઞાતિજનોને આહવાન કરેલ હતું
સંસ્થાના પ્રમુખશ્રી અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી બાબુભાઈ બોખીરીયાએ પૂજ્ય માલદે બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન પોરબંદરના ભાવી વિકાસ કાર્યોમાં સંસ્થાની ફંડ સમિતિના અધ્યક્ષ મુરબ્બી શ્રી ભરતભાઈ ઓડેદરા ના પ્રયાસોથી જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તેમજ જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવેલ અનુદાન બદલ સૌ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મુરબ્બી શ્રી ભરતભાઈ ઓડેદરાની કામગીરીને બિરદારી હતી. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં પૂજ્ય માલદેવ બાપુ તેમજ ડો.વિરમભાઈ ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વધુ વેગવંતા બનાવવા અપીલ કરી હતી. આજે આપણા મહેર સમાજના યુવાઓ શિક્ષણક્ષેત્રે પ્રગતિ સાધી જ્ઞાતિને ગૌરવ અપાવેલ છે એવું જણાવી તેઓએ આવનારા સમયમાં જ્ઞાતિનું સંગઠન મજબૂત બને અને જ્ઞાતિજનો એકબીજાથી નજીક આવે તથા જ્ઞાતિ વિકાસ માટે પ્રમાણિક વિચારોની સંવાદિતતા સ્થાપિત કરવા આહવાન કરેલું હતું.
કાર્યક્રમના અંત ભાગમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ખીમાભાઈ રાણાવાયા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. નામકરણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોરબંદરના હરિશ ટૉકીઝ ખાતે આવેલ પૂજ્ય માલદે બાપુની પ્રતિમા તથા પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ એવા ઝુંડાળા મહેર ભવન ખાતે પૂજ્ય બાપુની ૧૪૧મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું
આજના કાર્યક્રમોમાં પૂજ્ય બાપુના પૌત્ર શ્રી રણજીતભાઈ કેશવાલા, પૌત્રી શ્રીમતી શાંતાબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સંસ્થાના પ્રમુખ બાબુભાઈ બોખીરીયા, સંસ્થાના ફંડ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ ઓડેદરા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણીયા, નાયબ કલેકટર જીતેન્દ્રભાઈ વદર, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, છાયા મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, ઝુંડાળા સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા , ભીમભાઈ ગોરસીયા, વિક્રમભાઈ ઓડેદરા, હરભમભાઈ કેશવાલા, વિરમભાઈ ઓડેદરા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના મહામંત્રી બચુભાઈ અંત્રોલીયા, ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા, કોષાધ્યક્ષ આલાભાઈ ઓડેદરા, મસરીજીભાઈ ઓડેદરા તેમજ તાલુકા પંચાયત પૂર્વપ્રમુખ વિરમભાઈ કારાવદરા, રામદેવભાઈ મોઢવાડીયા, રાજુભાઈ ઓડેદરા, ખીમાભાઇ બાપોદરા, રાણાભાઇ સીડા, સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ રાજશાખા, ઘેડ વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઇ પરમાર, મહેર શક્તિ સેનાના હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં પોરબંદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા
















No Comments