શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તથા આદરણીય પ્રમુખ શ્રી વિમલજી ભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ યુવા પાંખ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ જીપીએસસી યુપીએસસી તથા આર્મી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે તારીખ 20- 8- 2023 ને રવિવારના રોજ બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ પોરબંદર ખાતે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે નાયબ કલેકટર શ્રી જાડેજા સાહેબ તથા ડેપ્યુટી ડીડીઓ શ્રી રાણાભાઇ ઓડેદરા તથા વ્હીલ ચેર ક્રિકેટ ટીમના કપ્તાન શ્રી ભીમભાઇ ખૂંટી દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ આ કાર્યક્રમની શરૂઆત શબ્દોથી સ્વાગત કર્યા બાદ ઉપસ્થિત તજજ્ઞશ્રીઓને મહેર વિકાસ ગાથા પુસ્તક તથા લીરબાઇમાની પ્રતિમા અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પરમ પૂજ્ય માલદેવ બાપુ તથા લીરબાઈ મા ની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

મુખ્ય અતિથિ અને તજજ્ઞશ્રી નાયબ કલેકટર સાહેબ શ્રી જાડેજા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું માર્ગદર્શન ખૂબ જ સુંદર આપવામાં આવ્યું. તૈયારી કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમના દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ટૂંકા ગાળામાં કેવી રીતે પરીક્ષાનું આયોજન કરવું, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું વગેરે બાબતોની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી તેમજ રાણાભાઇ દ્વારા આર્મી વિશે તેમજ વિવધ સ્પર્ધાત્મક પરિક્ષાના આયોજન તથા અમલીકરણ માટેની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી.

આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રીઓ શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી કારાભાઈ કેશવાલા, શ્રી રામભાઈ ઓડેદરા તેમજ ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ શ્રી લીલાભાઈ પરમાર હાજર રહી સૌને માર્ગદર્શન આપેલ.

આ સેમિનારમાં જિલ્લાભરમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો હાજર રહી તલસ્પર્શી માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ જાડેજા દ્વારા કરવામા આવ્યુ તેમજ કાર્યક્રમના અંતે આભાર વિધિ યુથ વિંગના કન્વીનર શ્રી હમીરભાઇ ખિસ્તરીયાએ કરી આ તકે વિદ્યાર્થી ભવન ખાતે ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગના તજજ્ઞશ્રીઓ વિનોદભાઈ તથા ગિરીશભાઈ પણ હાજર રહ્યા અને વિદ્યાર્થી ભવનના તમામ વિદ્યાર્થીઓ તથા ગૃહપતિ રામભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ મહેનત ઉઠાવનાર આઈ.એમ.એસ.સી.નો સમગ્ર સ્ટાફ તથા ઉપસ્થિત રહેનાર તમામ તજજ્ઞશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો યુથ વિંગના કન્વીનર શ્રી રાણાભાઇ ઓડેદરા તથા શ્રી હમીરભાઇ ખીસ્તરીયા આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં થનારા આવા વિવિધ સેમિનારોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ અને આવી તકોનો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરે છે.

  • હમીરભાઇ ખીસ્તરીયા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *