બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા અને મહિલા સશક્તિકરણના ભાગ રૂપે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ અંતર્ગત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા જુલાઈ માસની ૧૩ તારીખ અને રવિવારના રોજ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે. ઝુંડાળા મહેર સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આપણી જ્ઞાતિના બાળકો અને મહિલાઓ માટે અલગ અલગ ગ્રુપોમાં ચિત્ર સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, પરફેક્ટ સાડી મેચિંગ અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે. ચિત્ર સ્પર્ધા અંતર્ગત વિભાગ ૧ માં ૮ થી ૧૨ વર્ષ, વિભાગ ૨ માં ૧૩ થી ૧૮ વર્ષ અને વિભાગ ૩ માં ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. ડાન્સ સ્પર્ધામાં વિભાગ ૧ માં ૫ થી ૧૦ વર્ષ, વિભાગ ૨ માં ૧૧ થી ૧૮ વર્ષના સ્પર્ધકો ભાગ લઇ શકશે. ડાન્સ સ્પર્ધામાં ગરબા ગીતનો ઉપયોગ નહિ કરી શકાય તેમજ સ્પર્ધકને પોતાની કૃતિ ૫ થી ૭ મીનીટમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત પરફેક્ટ સાડી મેચિંગ સ્પર્ધામાં વિભાગ ૧ માં ૧૫ થી ૩૦ વર્ષ, વિભાગ ૨ માં ૩૧ વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. વેસ્ટમાંથી બેસ્ટ વિભાગમાં સ્પર્ધા માટે સ્પર્ધકે પોતાની કૃતિ ઘરેથી બનાવીને જ લઇ આવવાની રહેશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી રાખેલ નથી પરંતુ તા. ૧૧ જુલાઈ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે અને આ માટે શ્રી મહેર મહિલા વિકાસ મંડળનાં પ્રમુખ શાંતિબેન આર. ઓડેદરા (મો.૮૧૪૧૧૭૭૦૭૭), ઉપપ્રમુખ શાંતિબેન એમ. ઓડેદરા (મો.૭૦૧૬૪૪૭૨૧૫), ખજાનચી હીરાબેન ગોરણીયા (૯૪૨૭૭૩૪૫૩૯) અથવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના કાર્યાલય (મો.૯૯૭૪૮૦૮૯૦૦) નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

No Comments