શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદર આયોજીત મહેર જ્ઞાતિના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન તા. ર૬-૦૯-ર૦ર૧ ને રવિવારના રોજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા મહેર જ્ઞાતિના જીવનસાથી પસંદગી સંમેલનની સફળતા બાદ સંસ્થા દ્વારા પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના અન્ડર ગ્રેજયુએટ તથા ગ્રેજયુએટ યુવક યુવતીઓ માટે બે વિભાગમાં આ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.
આજના સમયની માંગ પ્રમાણે યુવાનોની તેમના જીવન સાથી પસંદગી માટેની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પણ વર્તમાન પ્રવાહ અનુલક્ષીને મહેર જ્ઞાતિના લગ્ન ઈચ્છુક દિકરા દિકરીઓ માટે યોગ્ય અને સમકક્ષ જીવનસાથીની પસંદગી મળી રહે એવા શુભ આશયથી આ સંમેલનનુ આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા પાંત્રીસેક વર્ષથી મહેર જ્ઞાતિએ શૈક્ષણિક અને સામાજિક સાથે વ્યાવસાયિક ક્ષેત્રે ખુબ જ પ્રગતિ સાધી દેશ વિદેશમાં રોજગાર વ્યવસાય અર્થે સ્થાયી થયા છે. ત્યારે આજના યુવક અને યુવતીઓને પોતાના જીવન સાથી પસંદગી માટે સ્વતંત્ર વિચાર ધરાવતા હોય તેમજ એકબીજાના વિચારો સાથે સહમત હોય તેવા પાત્રની પસંદગી કરતા હોય છે. આ સંમેલન દ્વારા માતાપિતાને પણ તેમના લગ્નઈચ્છુક સંતાનોને જીવનસાથી માટે વિસ્તૃત પસંદગી મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ છે. આજે દરેક સમાજ વર્તમાન પ્રવાહને જાણી તે દિશામાં કાર્ય કરી રહયો છે. આમ આગામી તા.ર૬-૦૯-ર૦ર૧ પોરબંદર ખાતે યોજાનારા મહેર જ્ઞાતિના અન્ડર ગ્રેજયુએટ તથા ગ્રેજયુએટ યુવક યુવતીઓ જીવનસાથી પસંદગી સંમેલનમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે શ્રી ઈન્ટરનેશનલ મહરે સુપ્રિમ કાઉન્સીલ, જયુબેલી પાટા પાસે, પોરબંદર ઓફિસ મો.૯૯૭૪૮૦૮૯૦૦ પર સંપર્ક કરશોજી
જીવનસાથી પસંદગી સંમેલન અંતર્ગત કાર્યક્રમની રૂપરેખા
વિભાગ ૧. અન્ડર ગ્રેજયુએટ માટે તારીખ 26-09-2021 રવિવાર: સવારના 9-00 વાગ્યે
સ્થળ :- શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ – મહેર બોર્ડિંગ ઝુંડાળા – પોરબંદર
આ વિભાગમાં જેઓ ગ્રેજ્યુએટ થયેલ ન હોય અથવા તેથી ઓછો અભ્યાસ કરેલા જ્ઞાતિના યુવક યુવતીઓ માટે આ પસંદગી સંમેલનમાં જોડાવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ લીંક પર ક્લિક કરી આપનું રજીસ્ટ્રેશન કરાવી શકશો.
https://forms.gle/Xmjuek1PMHjFNP1E8
વિભાગ ૨. ગ્રેજયુએટ માટે તારીખ 26-09-2021 રવિવાર : બપોરે 2 -00 વાગ્યે
સ્થળ :- શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ – મહેર બોર્ડિંગ ઝુંડાળા – પોરબંદર
આ વિભાગમાં જેઓ ગ્રેજ્યુએટ હોય કે તેથી વધુ અભ્યાસ કરેલા જ્ઞાતિના યુવક યુવતીઓ માટે આ પસંદગી સંમેલનમાં જોડાવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ લીંક પર ક્લિક કરી આપનું રજીસ્ટ્રેશન કરાવી શકશો.
https://forms.gle/N6XKkVSNJg7GC8Wr9
ખાસ માહિતી :- આ જીવનસાથી પસંદગી સંમેલનમાં અન્ડરગ્રેજયુએટ વિભાગમાં ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિભાગમાં અન્ડર ગ્રેજ્યુએટ લગ્નઇચ્છુક યુવક યુવતીઓ આમંત્રિત ઉમેદવાર તરીકે હાજર રહી તેમજ પાત્ર પસંદગી પણ કરી શકશે આ માટે તેઓએ આ સાથે આપેલ ગુગલ ફોર્મમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ બંને વિભાગમાં વિદેશથી પણ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ જોડાઈ શકશે.આ પસંદગી સંમેલનમાં વિદેશથી જોડાવા લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ પણ જોડાઈ શકશે પરંતુ ટાઈમ ઝોનના તફાવતના કારણે તેઓએ પોતાના પરિચય (સેલ્ફ ઈન્ટ્રોડકશન) આપતી વિડિયો ક્લિપ મોકલવાની રહેશે અને આ વિડિયો ક્લિપ સારી રીતે જોઈ અને સાંભળી શકાય તેવી મોકલવાની રહેશે તેમજ તેઓ ઝુમ મીટીંગની લીંક પરથી પણ જોડાઈ શકશે અને પોતાના જીવનસાથીની પસંદગી કરી શકશે.
ઉપરોકત બાબતે રજીસ્ટ્રેશન તેમજ વધુ માહિતી માટે નીચે મુજબના સભ્યોનો સંપર્ક સાધી શકો છો.
પ્રતિનિધિશ્રીનું નામ શહેર મોબાઈલ
સાજણભાઈ ઓડેદરા પોરબંદર 98 254 09500
હિરાબેન રાણાવાયા પોરબંદર 94 284 40924
દેવીબેન ભુતિયા પોરબંદર 94 080 40736
ગીતાબેન વિસાણા પોરબંદર 91 730 36007
હમીરભાઈ ખીસ્તરીયા પોરબંદર 99 797 59131
આલાભાઈ ઓડેદરા જુનાગઢ 98 256 42239
ભાવનાબેન ઓડેદરા જુનાગઢ 94 276 96886
રાજુભાઈ ઓડેદરા જુનાગઢ 94 274 25975
તારાબેન ખુંટી જુનાગઢ 98 790 08858
રેણુકાબેન કેશવાલા જામનગર 93 768 80729
લીલુબેન મોઢવાડિયા જામનગર 96 248 13737
તરુણાબેન વિસાણા જામનગર 99 096 24103
નાગેસભાઈ ઓડેદરા રાજકોટ 98 252 22607
ડૉ રાજીબેન કડછા રાજકોટ 91 730 24304
પ્રો.મંજુબેન મોઢવાડિયા રાજકોટ 97 264 37966
દાસભાઈ ભોગેસરા મુંબઈ 93 239 13019
અર્જુનભાઈ કડેગીયા અમદાવાદ 94 261 80086
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદર ઓફિસ +91 99 748 08900
પોરબંદર ખાતે મહેર જ્ઞાતિના અન્ડર ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ યુવક યુવતીઓેના જીવનસાથી પસંદગી સંમેલનમાં રજીસ્ટ્રેશન કરાવેલ પરિવાર જોગ અપિલ
1. આ જીવનસાથી પસંદગી સંમેલન બે વિભાગમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં વિભાગ-1માં અન્ડર ગ્રેજયુએટ તેમજ વિભાગ – 2 માં ગ્રેજયુએટ યુવક યુવતીઓ ભાગ લઈ શકશે.
આ જીવનસાથી પસંદગી સંમેલનના આયોજનનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાતિના દિકરા દિકરીઓને પોતાના સમકક્ષ તથા ઈચ્છા મુજબના પાત્રની પસંદગી મળી રહે તે માટે જ છે. આ સંમેલન આપણા મહેર પરિવારનું હોય તો કોઈ પણ શરમ કે સંકોચ વગર જોડાશોજી.
2. પોરબંદર ખાતે યોજાનારા આ જીવનસાથી પસંદગી સંમેલનમાં હાજર રહેલા યુવક યુવતીઓને સંસ્થા તરફથી ક્રમ નંબર આપવામાં આવશે અને આ યુવક યુવતીઓ અને તેમના પરિવારને પસંદગી માટે એક ફોર્મ પણ સ્થળ પર આપવામાં આવશે અને તેમાં તેઓ પોતાના પસંદગી પાત્રના પાત્રના ક્રમ નંબરની નોંધ કરવાની રહેશે. જેથી આગળની કામગીરી સરળ બનાવી શકાય.
3. દરેક યુવક યુવતીઓના પરિચય બાદ ત્યા હાજર સંસ્થાના નક્કી કરેલા સભ્યોને આપની પસંદગીની જાણ કરવાની રહેશે.તેથી તેઓની મધ્યસ્થીમાં બંને પરિવારની મુલાકાત ત્યાં ગોઠવી આપવા પ્રયાસ કરશે.શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ભાગ લેનાર દરેક યુવક યુવતીઓની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે. જેની ખાસ નોંધ લેશો.
4. હાલ કોરોના મહામારીના સમયમાં તેમજ સરકારશ્રી ગાઇડ લાઇન મુજબ સામાજિક પ્રસંગોમાં ભાગ લેવા માટે મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવેલ હોય તેથી જે પરિવારે આ જીવનસાથી પસંદગી સંમેલનમાં પોતાના સંતાનોના રજીસ્ટ્રેશન કરાવ્યા હશે તેજ આ સંમેલનમાં જોડાઈ શકશે તેમજ તેઓની સાથે ફક્ત બે વ્યક્તિ ( માતા – પિતા તથા વડિલ વાલી ) હાજરી આપી શકશે.
5. આ સંમેલનમાં જોડાવા ઇચ્છુક યુવક યુવતીઓએ વ્યવસ્થાના ભાગરૂપે ખાસ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આપનુ સમયસર રજીસ્ટ્રેશન આપણા પોરબંદર ખાતેના આયોજનમાં વ્યવસ્થા જાળવવામાં અમોને મદદરૂપ થશે.
– શ્રી વિમલજીભાઈ ઓડેદરા(પ્રમુખશ્રી)
– શ્રી આલાભાઈ ઓડેદરા (ઉપપ્રમુખશ્રી)
– શ્રી નાગેસભાઈ ઓડેદરા કન્વીનર (જીવનસાથી પસંદગી સમિતિ)
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર

No Comments