શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત તેમજ કે. કે. ઈન્ફલુશન રાજકોટ સંચાલિત ધેડ વિસ્તારના  ભાઈઓ બહેનો માટે રાહત દરે સ્પર્ધાત્મક પરિક્ષા માટેની તૈયારીના કલાસીસનો શુભારંભ તા.01-03-2021ને સોમવારના રોજથી શ્રી મહંતશ્રી વિરદાસજી વિદ્યામંદિર મહિયારી ધેડ ખાતે મહેર જ્ઞાતિના શિરોમણી સંત પૂજય માલદેવ બાપુની છબી સમક્ષ જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.

આ તકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે આજના સ્પર્ધાત્મક યુગમાં આપણા વિસ્તારના વિદ્યાર્થીએ ટકી રહેવા ઉચ્ચ પ્રાથમિક શાળાએથી જ તૈયારીઓ શરૂ કરવી પડશે. તે માટે શાળાના શિક્ષકો તેમજ માતાપિતાએ પણ સજાગ રહી બાળકોને યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પુરુ પાડવું પડશે તેમજ ગ્રામ્યકક્ષાએ એસ.એમ.સી.ના પ્રતિનિધિશ્રીઓ તેમજ શાળા શિક્ષકગણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અને યોગ્ય કેરીયર પસંદગી અંગે અગાઉથી જ માર્ગદર્શન પુરુ પાડવા તેમજ ગ્રામ્યકક્ષાએ વિદ્યાર્થીઓમાં પાયાનું શિક્ષણ મજબુત બનાવા તે દિશામાં કાર્ય કરવા આહવાન કયું હતું અને આ માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ જયાં જરૂર પડશે ત્યા પુરો સાથ અને સહકાર આપશે. આ તકે મહિયારી ગામના સરપંચશ્રી ભરતભાઈ પરમારએ પણ જણાવ્યું કે આ દિશામાં મહિયારી ગામની શાળાઓના શિક્ષકો પણ પુરો સહયોગ આપશે. આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના હાજર રહેલા ઉપપ્રમુખશ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સંસ્થાની વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ દ્વારા આ કાલાસીસ માટે એક પ્રેરક માર્ગદર્શન સહ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

       આ કલાસીસમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તાલીમ, સી.સી.સી. કોમ્પ્યુટર તાલીમ તેમજ સ્પોકન ઈંગ્લિશ એમ ત્રણ વિભાગોમાં શિક્ષણ કાર્ય તજજ્ઞ કેશવભાઈ કેશવાલા તેમજ તેમની ટીમ દ્વારા કરાવવામાં આવશે. દાતાશ્રી બુચુભાઈ આંત્રોલિયાના આર્થિક સહયોગથી આ રાહત દરના કલાસીસ શરૂ કરવામાં આવી રહયા છે.

         આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, સંસ્થાના ઉપપ્રમુખો સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, નવધણભાઈ બી. મોઢવાડિયા, નવધણભાઈ એલ. મોઢવાડિયા, અરજનભાઈ બાપોદરા, મહિયારી ગામના યુવા સરપંચ શ્રી ભરતભાઈ પરમાર, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટ્રી અરજનભાઈ ખિસ્તરીયા, વિરમભાઈ ટીંબા, વિજયભાઈ સુંડાવદરા, કરશનભાઈ ચૈાહાણ, હરદાસભાઈ  ઓડેદરા, જેઠાભાઈ ઓડેદરા, મહેર વિલેજ કાઉન્સીલના સભ્યો, કેશવભાઈ કેશવાલા, શાળાના શિક્ષક દેવાભાઈ આગઠ, પરબતભાઈ પરમાર, શ્રી મહંતશ્રી વિરદાસજી વિદ્યામંદિર શાળા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.  

            હાલ આ કલાસીસ માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 41 તેમજ સીસીસી (કોમ્પ્યુટર કોર્ષ) માટે 24 એમ કુલ 65 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ નિયમિત અભ્યાસ કરે છે. તેમજ અઠવાડિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થી ઓનું સતત મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આ કલાસીસને સફળ બનાવવા મહેર સુપ્રિમ વિલેજ કાઉન્સીલના સભ્ય દેવાભાઈ આગઠ, પરબતભાઈ પરમાર તેમજ તજજ્ઞ શિક્ષક કેશવભાઈ  કેશવાલા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *