વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી હસ્તકના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરમીબેન ભોજાભાઈ ઓડેદરાને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ DGP શ્રી વિકાસ સહાયના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે. ભરમીબેને તેમની શી-ટીમની ફરજ દરમિયાન સોશ્યલ મીડિયા ઉપર આત્મહત્યાની પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાનો જીવ બચાવ્યો હતો. આ માટે તેણીએ ખૂબ જ ઝડપથી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાના નિવાસસ્થાને પહોંચી તે મહિલાને 108 ની મદદથી તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી હતી. આવી રીતે પોતાની ફરજમાં જાગૃકતા દાખવી એક મહિલાનો જીવ બચાવવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *