- Home
- Literature
- શિક્ષણનો સ ...

“શિક્ષણ જગતમાં મેર ની કિસ્મતના હતાં કાણાં !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
વાંચવું ? લખવું ? ભણવું? અક્ષરો હતા મેર માટે કાળમીઢ પાણા !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
છોકરો ભણે ! બસ ગામની પ્રાથમિક સુધી જ ભણે!
બહેન દીકરી તો થાપતી ભેંસોના છાણાં !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
ગામડેથી અપડાઉન ! કેમ કાયમી આવવું ને જાવું ?
મેર વિદ્યાર્થી ભવનના વણ્યાતા તાણાવાણા !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
સમાન તક ને સમાન બધા ને હક્ક! ન કોઈ મારું તારું !
ભેદભાવ નહીં, નહીં કોઈ ભત્રીજા કે ભાણા !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
ખેતીવાડી ને પશુપાલન મેર નો મુખ્ય ધંધો ! શિક્ષણમાં તો હતો સાવ અંધો!
ઘણું સમજાવ્યા શિક્ષિત કર્યા નોકરીઓ લીધી!
ગરીબ મેરને ઘરે નાખી દીધા દાણા !
ત્યારે આવ્યા માલદેવ રાણા !
આજે નંબર એકથી જે નંબર વન ક્લાસ છે! એ માલદેવ બાપુના ભૂતકાળના પ્રયાસ છે!
એ બીજ વાવ્યાના કેટલાય વર્ષો ના વહી ગયા છે વાણા !
ત્યારે આવ્યા માલદેવ રાણા!
માનવ પાક્યો મેરમાં વિરાટ વૃક્ષ રૂપે ! વાવ્યા શિક્ષણનાં બીજ !
ફળ ચાખે છે આજે સૌ ! એટલે તો મેં હરખે એના ગાયા રૂડા ગાણા!
ત્યારે આવ્યા’તા માલદેવ રાણા…!
… શિક્ષણ ના સાદ નો આહલેક જગાડનાર પૂજ્ય માલદેવ બાપુ ને કોટી કોટી નમન ને વંદન..
– નેભા કુછડિયા
પોરબંદર વિસ્તારની પોરહીલી ને મર્દાનગી ભરી મેર જ્ઞાતિમાં વર્ષો પહેલાં કોઈ જાજી શિક્ષણની જાગૃતિ ન હતી..!
બસ ગામની પ્રાથમિક શાળા સુધી છોકરાને ભણાવવો પછી ખેતીકામ અથવા પશુપાલનમાં લગાડી દેવાનો..!.
ઘરનો ધંધો…!
બહેન દીકરી ને તો એ પ્રાથમિક શિક્ષણ પણ નહીવત..!
કોઈક જૂજ નજીકના શહેરમાં અપડાઉન કરી આગળ માધ્યમિક કે કોલેજ સુધી જતા..!
એ પણ લગભગ એસ. ટી. બસમાં..! બીજી કોઈ સુવિધા ન હતી વાહનવ્યવહારની.!
એ સમયે સરકારી નોકરીમાં મેરની સંખ્યા આંગળી ને વેઢે ગણાય એટલી જૂજ હતી..!
ક્યાં પોલીસ ક્યાં એસ ટી….
વન ક્લાસ નોકરી ક્યાંય ન હતી..!
એવા સમયે શહેરમાં રહી ભણી શકે એવી સુવિધા ક્યાંય ન હતી.!
અપડાઉન માં વાંચવાનો ટાઈમ ન મળે ઘરે જાય એટલે બાપા ભાઈ ઓ ખેતીના કામમાં જોતરી દેય..!
શુ તૈયારી થાય..?
વધુ નથી લખતો… આવે સમયે 1884 માં પોરબંદર નજીક બખરલા ગામે એક આપણી જ્ઞાતિના શિક્ષણ જગતના સાધુનો જન્મ થયો..!
નામ પાડ્યું ફુઈ એ માલદે…!
એ આગળ જતાં સમગ્ર મેર જ્ઞાતિના શિક્ષણ સાધુના નામે ઓળખાયા..!
એણે શહેરમાં જ્ઞાતિ ભવનો ને વિદ્યાર્થી ભવનો બધાંવ્યા જેથી ત્યાં રહી કોઈ શાંતિથી ભણી શકે..!
પછી દીકરીઓને શિક્ષિત કરવા ને પ્રાથમિક થી આગળ ભણાવવા મા બાપ ને સમજાવ્યા ..!
દીકરીઓના શિક્ષણમાં માલદે બાપુના પ્રયાસથી જાગૃતિ આવી શકી..!
આજે આપણી જ્ઞાતિમાં સેંકડો સરકારી કર્મચારીઓ , પ્રાઇવેટ નોકરિયાત છે. આમાં દીકરીઓની સંખ્યા પણ ઘણી છે!
અને મોટી સંખ્યામાં નંબર વન અધિકારીઓ પણ છે!
જેનો સંપૂર્ણ શ્રેય માલદેવ બાપુ કેશવાલાને જાય છે!

