મૂળ છત્રાવા ગામના વતની અને હાલ પોરબંદર રહેતા નિવૃત શિક્ષક ગાંગાભાઇ ખુંટીના પુત્ર રાજુભાઈ ખુંટી બોલી નથી શકતા કે સાંભળી પણ નથી શકતા પણ પોતાના ભાવોને કલમની પીંછીમાં એવા ઉતારી જાણે છે કે જોનારા મુગ્ધ થઇ જાય. ભાવનગરમાં ડેપ્થ બાળકો માટેની પ્રસિદ્ધ લક્ષ્મીચંદ ખીમચંદ શાળામાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરી આગળ કોમ્પ્યુટરનો અભ્યાસ કરનાર રાજુભાઈને નાનપણથી જ ચિત્રકારી અને કૈંક નવીન જ કરવાનો ખુબ શોખ. નક્કામી વસ્તુને પણ પોતાની આગવી સુઝથી કલાકૃતિમાં ફેરવી જાણે. બાળપણનો આ શોખ ધીમે ધીમે વિકસતો ગયો અને આજે આ બંને ક્ષેત્રોમાં રાજુભાઈ પોતાનું મહારત દાખવી રહ્યા છે. તાજેતરમાં પોરબંદર જીલ્લા સંસ્કાર ભારતી તથા ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં રાજુભાઈએ મેદાન માર્યું હતું અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં પણ ભાઈ શ્રી રાજુએ આગવો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જન્મથી જ પ્રાપ્ત મર્યાદાઓને પ્રભુની પ્રસાદી સમજી મુક બધીર હોવા છતાં જીવનમાં કેવી રીતે સફળ થવું અને શ્રેષ્ઠતાને પામવી એનું રાજુભાઈ જીવંત ઉદાહરણ છે અને આવી કુદરતી મર્યાદાઓ ધરાવતા દરેક માટે પ્રેરણારૂપ છે.

– શામળાભાઈ (ટીલુભાઈ) ખુંટી, વડોદરા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *