એક પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં કોમ્પ્યુટર સોફ્ટવેરની ડીઝાઈનના ક્ષેત્રમાં આપણી જ્ઞાતિના પ્રતિભાશાળી યુવાન કૃણાલ ઓડેદરા અને તેમની ટીમના પ્રોજેક્ટ HP Workforce Experience Platform ને UX Design Awards માં ટોચના પાંચ વિજેતાઓમાં સ્થાન મળ્યું છે. આ ઈવેન્ટ યુઝર-એક્સપિરીયન્સ ડિઝાઇન ક્ષેત્રની પ્રતિષ્ઠિત અને વૈશ્વિક માન્યતા ધરાવતી સ્પર્ધા છે, જે સોફ્ટવેરની ડીઝાઈનને લગતા તમામ હેતુઓ માટે સારા UX ઉકેલો શોધવા પ્રોત્સાહિત કરે છે. કૃણાલ ઓડેદરા અને તેની ટીમની આ સફળતા આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊંચું સ્થાન ધરાવે છે.

મૂળ બખરલા/રાણાવાવના વતની અને હાલ વડોદરા ખાતે વસવાટ કરી રહેલા નિવૃત્ત ઈજનેર અને આપણા વડોદરા મહેર સમાજના અગ્રણી એવા શ્રી લખમણભાઈ વી.ઓડેદરાના સુપુત્ર શ્રી કૃણાલભાઈ ઓડેદરા અમેરિકામાં HP કંપનીમાં Senior UX Designer તરીકે કાર્યરત છે. તેઓ હાલ અમેરિકાના Aldie, Virginia શહેરમાં રહે છે.

શ્રી કૃણાલની આ મહત્વપૂર્ણ સફળતા આપણા સમુદાય માટે ગૌરવની વાત છે અને આ ક્ષેત્રમાં કામ કરતા યુવાનો માટે પ્રેરણારૂપ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમની આ ભવ્ય સફળતાને બિરદાવે છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *