જુનાગઢ જીલ્લાના સુત્રેજ ગામના વતની કુમારી કીર્તિબેન નાગાજણભાઈ સુત્રેજાએ તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. મહેર કન્યા છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલ કેશોદની યુ.કે.વી. મહિલા કોલેજમાં અભ્યાસ કરતા કીર્તિબેને રાજ્યભરની કુલ ૭૫૦ કોલેજોના ૧૫૦૦ વિધાર્થેઓમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા એક લાખનું ઇનામ પ્રાપ્ત કર્યું છે. તેઓએ આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદજીના યુવાનોને પ્રિય ઉદબોધન એવા ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ વિષય ઉપર વ્યક્તવ્ય આપ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી અને સહાભ્યાસ પ્રવૃતિઓમાં એકદમ સક્રિય રહેતા કીર્તિબેન ખુબ સારું વ્યક્તવ્ય આપી જાણે છે. ચિ. કીર્તિબેનને તેમની આ અસાધારણ ઉપલબ્ધી બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


No Comments