“ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટીએ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે વ્હીલચેર ક્રિકેટના કિંગ ભીમા ખૂંટી જ છે.”
“મહારાષ્ટ્ર સામે કિંગ ભીમા ખૂંટીએ માત્ર 43 બોલમાં સદી ફટકારીને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.”
“કેપ્ટન ભીમા ખૂંટીએ 25 છોગા સાથે માત્ર 59 બોલમાં નોટ આઉટ 131 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડ્યું”
ગત 12 13 અને 14 નવેમ્બરના રોજ મુંબઈના એમ.આઈ.જી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ રમાઈ હતી જેમાં મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ત્રણ ટીમો ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમની મહારાષ્ટ્ર અને મુંબઈ સામે એક એક લીગ મેચ રમાણી હતી. જેમાં ગુજરાતના કેપ્ટન ભીમા ખૂંટી ને હાથના ભાગમાં ક્રેમ્પ આવવાથી મુંબઈ સામેની મેચ રમી શક્યા ન હતા. અને મુંબઈ સામેની લીગ મેચમાં ગુજરાતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. અને જ્યારે મુંબઈ એ ગુજરાત અને મહારાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં પ્રવેશી ગઈ હતી. ત્યારે ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે મહારાષ્ટ્રને હરાવવું જરૂરી હતું મતલબ એવું કહી શકાય કે કરો યા મરોવાળી પરિસ્થિતિ આવીને ઊભી હતી. અને મોસમ ખરાબ હોવાના કારણે આ મેચ 15 15 ઓવરની રમાઈ હતી આ મેચમાં ગુજરાતની ટીમે ટોચ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે ટોસ ટાઈમે ભીમા ખુંટીને પૂછવામાં આવ્યું કે તમે પહેલા બેટિંગ કરવાનું નિર્ણય શા માટે કર્યો હતો ત્યારે ભીમા ખૂંટીએ એવું જણાવ્યું હતું કે એક સપાટ વિકેટ પર સારો સ્કોર કરીને સામેની ટીમને દબાવમાં નાખીને અમે અમારી રણનીતિ મુજબ જીતવાના પ્રયાસો કરશું.
અને સાથે મુંબઈના આ એમ.આઈ.જી ગ્રાઉન્ડ પર પહેલા બલ્લેબાજી કરવાવાળી ટીમના 80% જીતવા નો રેકોર્ડ પણ છે તો અમે મહારાષ્ટ્રની ટીમને સારો સ્કોર કરીને દબાવમાં લઈ આવીશું.
ગુજરાત તરફથી ઓપનિંગમાં કેપ્ટન ભીમા ખૂંટી અને વિષ્ણુ રાવલે પારિની શરૂઆત કરી હતી. આ 15 ઓવરની મેચમાં ચાર ઓવર નો પાવર પ્લે હતો અને આ ચાર ઓવરના પાવર પ્લેમાં ગુજરાતના કેપ્ટન ભીમા ખુંટીએ આક્રમક બેટિંગ કરીને પાવર પ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવીને ગુજરાતનો સ્કોર 62 રમે પહોંચાડી દીધો હતો.
અને 5.3 ઓવરમાં માત્ર 22 બોલમાં 53 રન ફટકારીને કેપ્ટન ભીમા ખૂંટીએ પોતાનું અર્ધ શતક પૂરું કર્યું હતું. અને કેપ્ટન ભીમા ખૂંટી અહીંયા જ રોકાયા ન હતા જ્યોત જોતામાં તો 20 છોગા સાથે માત્ર 43 બોલમાં સદી ફટકારી દીધી હતી અને ઘણા બધા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા હતા. ભીમા ખૂંટી ની મહારાષ્ટ્ર સામે આક્રમક બેટિંગ જોઈને મુંબઈના આ એમઆઈજી ગ્રાઉન્ડ ખાતે હરકોઈ મંત્રમુક થઈ ગયા હતા. આ ગ્રાઉન્ડ પર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ ક્યારેય આવી આક્રમક પારી રમી ન હતી એવી પરી આપણા ગુજરાતના કેપ્ટન ભીમા ખૂંટી રમી ગયા હતા.
અને ભીમા ખૂંટી હજી આયા જ સ્ટોપ થયા ન હતા ભીમા ખૂંટીએ 25 છોગા સાથે માત્ર 59 બોલમાં નોટ આઉટ 131 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમીને માત્ર 15 ઓવરમાં ગુજરાતનો ટોટલ 213 રનનો ખડકી દીધો હતો. અને આ વિશાળ ટોટલમાં વિષ્ણુ રાવલના 50 રનનું પણ યોગદાન સામેલ હતું.
જ્યારે 214 ના વિશાળ ટાર્ગેટને હાસિલ કરવા મહારાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે માત્ર 130 રન જ બનાવી શકી હતી અને ગુજરાતની ટીમનો 83 રનેથી ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં કેપ્ટન ભીમા ખૂંટીને મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજમાં નવાજવામાં આવ્યો હતો.
“ફાઇનલ”
“ફાઇનલ મેચમાં પણ કિંગ કેપ્ટન ભીમાએ 14 ચોગા સાથે 72 રનની એક આક્રમક ઇનિંગ્સ રમી હતી તો પણ ગુજરાતની ટીમને ફાઇનલ જીતાડી ના શક્યો.”
“ટુર્નામેન્ટ સ્ટાર્ટ થવાનો હતો તે પહેલા જ ભીમાખૂંટીએ જણાવ્યું હતું કે હર વખત એટલે હાથે ટીમને જીતાડવી શક્ય નથી.”
“મેન ઓફ ધ સીરીઝ નો ખિતાબ ભીમા ખુનટીને મળ્યો હતો અને સાથે બેસ્ટમેન ઓફ ધ ટુર્નામેન્ટ નો એવોર્ડ પણ ભીમા ખુનટીને મળ્યો હતો.”
“કેપ્ટન ભીમા ખૂનટીએ માત્ર બે મેચમાં 203 રન ફટકારીને ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન બનાવીને હર કોઈને મંત્રમુક કરી દીધા હતા.”
“ફાઇનલ”
ફાઇનલ મેચમાં મુંબઈ એ ટોસ જીતીને પહેલા બલ્લેબાજી કરી હતી અને ૨૦ ઓવરની મેચમાં મુંબઈ 255 રનનો એક વિશાળ સ્કોર ખડકી દીધો હતો તેની સામે ગુજરાતની શરૂઆત બિલકુલ ધીમી રહી હતી એક તરફથી ભીમા ખૂંટી આક્રમક બેટિંગ કરી રહ્યો હતો પણ સામેની સાઈડથી બિલકુલ સપોર્ટ નહોતો મળી રહ્યો. જેમાં ઓપનિંગ બેસમેન્ટ વિષ્ણુ રાવલે 17 બોલમાં માત્ર ચાર રન કર્યા હતા તે પછી આલા ભરવાડ 4 બોલમાં 3 રન દિગેશ પટેલ 11 બોલમાં 9 રન હિતેશ ડામોર 2 બોલમાં 1 રન રમેશ ખરાડી 0 મનહર સંગાડા 16 બોલમાં માત્ર ત્રણ રન એમ લગાતાર સામેની સાઈડથી વિકેટો પડતી ગઈ એટલે એવરેજ વધતી જતી હતી તો પણ સામેની સાઈડ કેપ્ટન કિંગ લગાતાર આક્રમક બેટિંગ કરી રહ્યા હતા અને તે સમય દરમિયાન 31 બોલમાં ભીમા ખૂંટી એ પોતાનું અર્ધ શતક પૂરું કરી લીધું હતું.
ગુજરાતની પારિના અંતે 20 માં આઠ વિકેટના નુકસાને માત્ર 123 રન બનાવી શકી હતી જેમાં ૧૪ છોગા સાથે આક્રમક 72 રનનો ફાળો કેપ્ટન ભીમા ખૂંટીનો જ હતો જ્યારે બાકીના આઠ બેટ્સમેને માત્ર 34 રન જ બનાવ્યા હતા. આ ફાઇનલ મેચની હાઈ પ્રેશર ગેમમાં ગુજરાત તરફથી એકમાત્ર કેપ્ટન ભીમા ખૂંટી ફાઈટ કરતો જોવા મળ્યો હતો.
મેચ પૂરો થયા બાદ જ્યારે અમારી વાત કેપ્ટન ભીમા સાથે થઈ ત્યારે ભીમાએ એવું જણાવ્યું હતું કે સામેની સાઈડથી એક પણ બેટરનો સાથ ન મળ્યો એટલે એવડા મોટા વિશાળ સ્કોરનો પીછો કરવો અશક્યને બરાબર હતો. વધુમાં ભીમાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ મારી જિંદગીની એક યાદગાર ટુનામેન્ટ બની ગઈ છે કારણકે જે ગ્રાઉન્ડ પર મારા આઈડલ સચિન સર રમી ગયા હોય તે ગ્રાઉન્ડ પર સદી ફટકારવી મારા માટે એક મોટું સપનું પૂરું થવા બરાબર છે. અને સાથે ફાઇનલ હારવાનું દુઃખ પણ છે. અને ફરી હું ફરી એક વખત કહું છું કે ગુજરાતના ખેલાડીઓને સ્પોર્ટ્સ વીલ ચેર અને સારી ક્રિકેટ કીટ મળે તો વધુ સારી પ્રેક્ટિસ કરીને અમે સારું પરિણામ લાવી શકીએ તો ફરી એક વખત તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે ગુજરાતની આ દિવ્યાંગ વિશે ક્રિકેટ ટીમનI સ્પોન્સર બનીને ગુજરાતની વિલચર ક્રિકેટ ટીમને આગળ વધારવામાં મદદરૂપ થશો.


No Comments