મિત્રો ,
મંદિરમાં પૂજા અવશ્ય કરો , પરંતુ સાથે સાથે આપણા દરેક કર્મ ને પણ પૂજા સમાન બનાવવાનું શીખવું જોઈએ . જીવનને એટલી નિષ્ઠા , દિવ્યતા અને ઊંચાઈઓ સાથે જીવવું જોઈએ કે , અમારું પ્રત્યેક કર્મ ધર્મ બની જાય .
જો સતપથ પર ચાલવું હોય તો કર્મને ધર્મ થી અલગ કરવું ના જોઈએ . ધર્મ ને અનુરૂપ કર્મ કરવાની આદત સતત પાડવી જોઈએ …આપણુ બોલવું , ચાલવું , સાંભળવું , જોવું , વિચારવું એ દરેક આચરણ એટલા વિવેકપૂર્ણ , જ્ઞાનમય અને મર્યાદિત હોવા જોઈએ કે આ બધા અનુષ્ઠાન જેવા લાગવા જોઈએ.
પછી તો ધર્મ માટે અલગથી કર્મ કરવાની જરૂર જ નહીં પડે , કારણ આ બધા કર્મો પવિત્ર ભાવ થી કરશો તો તે ધર્મ બની જશે ….
આપણા દરેક કર્મ , દરેક વ્યવહાર અને આપણું આચરણ ધર્મમય બની શકે તો સમજજો કે પ્રભુ આરાધના નું આ જ સ્વરૂપ છે … , નિષ્ઠાપૂર્વક , પવિત્ર ભાવનાથી થયેલ દરેક કર્મ આખરે ધર્મ બની જાય છે ..
કર્મ ને ધર્મ બનાવો
✍️ રામભાઈ ઓડેદરા (લેખક અને સંકલનકાર)
મોબાઈલ વોટ્સએપ 8487823200.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *