- Home
- Literature
- સંચાર ક્રા ...

આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ,પરિણામ આપણી ઉપયોગ કરવાની પદ્ધતિ પર,
સોશિયલ મીડિયાના માધ્યમ થી આજનો માણસ વધુ જોડાયેલો લાગે પરંતુ વાસ્તવિકતા એનાથી ઉલટી છે, માણસ વધુ ને વધુ એકલો પડી રહ્યો છે,
આપણા નાનકડા મોબાઈલ માં આખી દુનિયા સમાઈ ગઈ પણ માણસ નું સ્વતંત્ર અને શાંત મન મોબાઈલ માં ખોવાઈ ગયું, વિશેષ માં કહીએ તો કેદ થઈ ગયું,
અન્ય લોકો ની પોસ્ટ એના ફોટોગ્રાફ જોઈ ને એવુજ લાગે તેઓ ખૂબ સફળ ખૂબ સુંદર અને ખૂબ સાધનસંપન છે,પણ લોકો જીવન ની એકજ સારી બાજુ બતાવતા હોઈ,એમની નિષ્ફળતા એમનો સંઘર્ષ બતાવવા નું ટાળતા હોઈ,જેથી આપણું અજાગૃત કે અચેતન મન પોતાની અન્ય લોકો સાથે તુલના કરવા માંડે અને લઘુતા ગ્રંથી નો જન્મ થાય,તુલના દુનિયા નું સૌથી ખતરનાક જહર છે,પ્રતિસ્પર્ધા સંઘર્ષ વાદવિવાદ અને વિષાદ નું બીજ પણ તુલના થી જ રોપાઈ છે,
સોશિયલ મીડિયા આપણ ને વાસ્તવિકતા થી દૂર એક આભાસી ઓળખાણ આપે છે,અને વર્તમાન પરિસ્થિતિ કે વાસ્તવિકતા થી દૂર ઢસડી જાય છે,
પોતાની મૂકેલી પોસ્ટ વારંવાર જોયા કરવી,કેટલી પ્રતિક્રિયાઓ આવી ? કેટલી લાઈક્સ આવી ? અને અપેક્ષાનુસાર લાઈક્સ કે પ્રતિભાવ ન આવે તો મન વ્યાકુળ થઈ જાય,અને મનમાં અશાંતિ ઊભી થવા માંડે,
સાથે સાથે હુંજ સાચો મારા વિચાર સાથે દરેક સહમત હોઈ એવો હઠાગ્રહ અને અકારણ અર્થહીન ચર્ચા કરતું રહેવું વગેરે એક સ્વભાવ બની જાય,અને ધીમે ધીમે સમગ્ર પરિવાર આજુબાજુ વાળા સમાજ દરેક ને આપણી વાત વર્તન ત્રાસદાયક લાગવા માંડે,
કદાચ કોઈ થોડા સારા વિચાર કે કોઈ એકલદોકલ સારી પોસ્ટ થી થોડા ફોલોવર્સ વધી પણ જાય પરંતુ એ જમીની વાસ્તવિકતા થી દૂર એક આભાસી દુનિયા છે,
આ સમસ્યા ઈન્ટરનેટ કે મોબાઈલની નથી પણ આપણી અજાણતા બેહોશી ની છે,અજાગૃત કે અચેતન અવસ્થા માં એના (દૂર)ઉપયોગ ની છે, ટેક્નોલોજી કે મોબાઈલ ખરાબ નથી પણ એનો ઉપયોગ વિવેક બુદ્ધિ થી પોઝિટિવ અને જાગૃત મન સાથે કરવામાં આવે તો, એક પોસ્ટ અહીં થી ઉઠાવી ત્યાં અને બીજે થી ઉઠાવી અહીં નાખવી ધીમે ધીમે મૌલિકતા પણ નામશેષ થાય અને શાંતિ બોરિંગ લાગવા માંડે એ પણ ખબર ના રહે કે મારા દ્વારા થતા પોસ્ટ ના સતત મારા થી સમાજ ને ઉપયોગી કરતા ઉપદ્રવ વધુ થાય છે,
જો આપને મોબાઈલ થી દૂર રહેવું અને પોતાની સાથે રહેવું કઠણ લાગે બેચેની નો અનુભવ થવા લાગે તો સમજવું કે આપ મોબાઈલ ના દુરુપયોગ ની ખતરનાક અસર માં છો જે attention sickness કે માનસિક બિમારી નો જ એક પ્રકાર છે,
સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપો ના સતત ઉપયોગ થી આપણું મન બીજાઓ ની વાર્તા ઓ માં જ વ્યસ્ત રહે અને આપણે એક આભાસી દુનિયા કે ડિજિટલ સંગઠન નો હિસ્સો માત્ર બની રહી જઈએ,
આ આભાસી અને ડિજિટલ સંગઠન માંથી મન ને સામાન્ય અવસ્થા માં લાવવાનો ઉપચાર : રોજ ધીમે ધીમે મોબાઈલ ને કલાક કલાક દૂર રાખવો, સમયાંતરે સમય ગાળો વધારવો શરૂઆત માં આ ઉપચાર થી મન બેચેન રહેશે બધું સૂનું સૂનું લાગશે પણ થોડા દિવસો માં ફરી આપણ એ એક જીવંત અને સામાન્ય માણસ બની શકીએ,
મેં પણ ક્યારેક સોશિયલ મીડિયા માં અતિરેક કરેલ અને અસ્વસ્થતા અનુભવેલ,ઉપરોક્ત નાનકડો આર્ટિકલ અંગત અનુભવ ન આધારે, ટેક્નોલોજી ના સદુપયોગ ને પ્રોત્સાહન આપવા અર્થે,
- નેભાભાઈ કડેગિયા

