- Home
- Literature
- ખખડી પણ ખુલ ...

કેટલી સત્ય વાત છે ! કેટલી કરુણ હકીકત છે! ખખડવું ને ખુલવું એમાં ઘણો ફરક છે! ક્યાં તો ખખડે જ઼ નહીં તો કોઈ દુઃખ નથી..!
ને ખખડે પણ ખુલે નહીં એ વધારે દુઃખદ છે! જીવન ની પણ અમુક બારીઓ ખખડી પણ ખુલી નહીં કારણ કે ક્યારેક તો એ બારી ખુલ્લી જ઼ હતી ! ને બંધ થતી તો પણ ફરી ખુલતી.!
પણ અમુક એવા સમય આવ્યા અમુક એવા સંજોગ આવ્યા કે બારી બંધ થઈ ગઈ ને ખુલી જ઼ નહીં..!
માનવીય જીવન માં એવા એવા બનાવો બન્યા એવી ઘટનાઓ સર્જાઈ કે અંતર મન ની બારી હંમેશ બંધ થઈ ગઈ..!
આશા ઉત્સાહ ને ઉમંગ ની બારી બંધ થઈ ગઈ.!
સગપણ સઁબઁધ ને સારપ ની બારી પણ બંધ થઈ ગઈ..!
જે પછી જિંદગી માં અમુક સમયે ખખડતી રહી પણ ખુલી તો નહીં જ઼…!
અમુક દુઃખદ ઘટનાઓ થી આઘાત ની ઘટનાઓ થી દગા ફટકા ની ઘટનાઓ થી વિશ્વાસ ઘાત ની ઘટનાઓ થી પોતાના ઓ એ આપેલ જખ્મો થી. બેવફાઈ ને દગાઈ ઓ થી માણસ નામે મહોરા પહેરી છેતરતા છળકપટી માણસો થી મા બાપ પ્રત્યેના સંતાન ની નગુણાઈ થી જે અંતર મન ને દિલ ની બારી જે હંમેશ ખુલી હતી એ બંધ થઈ ગઈ…!
જે બારી હંમેશ ખુલી રહેતી મંદ મંદ શીતલતા નો પવન મન દિલ અંતર ને ટાઢક આપતો ને મન આનંદિત રહેતું ઉત્સાહિત રહેતું એ મન દિલ ને અંતર ની બારી કડવા અનુભવો ને બધા ખૂટલ વ્યવહારો થી એ દિલ બારી હંમેશ બંધ થઈ ગઈ..!
ક્યારેક કોઈ કારણો સર ને ક્ષણિક સારા વર્તન અનુભવ ના એ વાયરા એ ખખડી ખરી પણ ખુલી તો નહીં જ઼ નહીં…!
એ દિલ ની બારી પર પછી સમય નો કાટ લાગી જાય છે!
દિલ મન અંતર ને પછી ફરી વિશ્વાસ બેસતો નથી ને એ વિશ્વાસ ને ભરોસા નું પંખી એક વાર ઊડી ગયા પછી એ ડાળખી એ કદી આવતું નથી કે બેસતું નથી…!
આપણે અનુભવ હશે કોઈ બાબત માં એકવાર અંતર મન દિલ ની બારી બંધ થયા પછી ખખડી જરૂર હશે પણ ખુલી નથી…!
કારણ એ બારી ખુલી રહેવા ના પણ હજારો સારા કારણો ને અનુભવ હશે.!
ને એ બારી બંધ થવા ના પણ હજારો નબળા ને ખરાબ દુઃખદ ને પીડાદાયક કારણો હશે..!
નહિતર કોને અંતર મન દિલ ની બારી બંધ રાખવી છે…???
- નેભા કુછડિયા

