post-column-01-10

Valentine’s Day આવે ત્યારે ઘણીવાર એક લાગણી જાગે છે—ક્યાંક તો “The One” જરૂર હશે; એવો માણસ જે આપણા આત્માનો સાથી છે, એકદમ perfect match, જે ખાસ આપણા માટે જ બનાવાયો છે.

ઇતિહાસભર માનવજાત આ વિચાર તરફ આકર્ષાતી રહી છે કે પ્રેમ યું જ નથી થતો. પ્રાચીન ગ્રીસમાં, Plato એ કલ્પના કરી હતી કે ક્યારેક માણસ પૂર્ણ અસ્તિત્વ હતો — ચાર હાથ, ચાર પગ અને બે ચહેરા સાથે. આપણે એટલા શક્તિશાળી હતા કે Zeus એ આપણને બે ભાગમાં વહેંચી દીધા; ત્યારથી દરેક અર્ધો ભાગ પૃથ્વી પર પોતાના ખોવાયેલા બીજા ભાગને શોધતો ફરે છે.

આ જ મિથ આજે “Soulmate” ને તેની કાવ્યાત્મક ઓળખ આપે છે—અને એ આશા પણ કે ક્યાંક કોઈ એવો છે જે આપણને આખરે “complete” અનુભવ કરાવશે.

મધ્યયુગમાં troubadours અને Arthurian વાર્તાઓએ આ તરસને “courtly love” તરીકે રજૂ કરી—એક ઊંડી, ઘણીવાર વર્જિત ભક્તિ. જેમ Lancelot નો Guinevere માટેનો પ્રેમ, જ્યાં એક પ્રિયતમ પોતાની પ્રિય માટે આત્મબલિદાન સુધી તૈયાર રહે છે.

Renaissance સુધી પહોંચતાં, William Shakespeare જેવા લેખકો “star-crossed lovers” ની વાત કરવા લાગ્યા—એવા પ્રેમીઓ જે અતૂટ જોડાણથી બંધાયેલા હોય, પણ પરિવાર, ભાગ્ય કે પરિસ્થિતિ તેમને જુદા કરી દે.

આધુનિક યુગમાં, Hollywood અને romance novels એ આપણને fairy-tale જેવી love stories વેચી છે.

પરંતુ તાજેતરનું science શું કહે છે?

આપણે “The One” પર દિલ કેમ હારી જઈએ છીએ?


Anglia Ruskin University (ARU) ના Social Psychology ના પ્રોફેસર Viren Swami એ યુરોપિયન romantic love ના ખ્યાલને મધ્યયુગ સુધી અનુસર્યો છે. તેમણે સમજાવ્યું કે Arthurian કથાઓએ પહેલીવાર વિચાર આગળ ધપાવ્યો કે એક જ વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવો જોઈએ—અને તે જીવનભર માટે હોવો જોઈએ.
તે પહેલાં, યુરોપના મોટા ભાગમાં પ્રેમ વધુ લવચીક હતો; તમે અનેક લોકો સાથે પ્રેમ કરી શકતા, અને તેનો sex સાથે ખાસ સંબંધ હોવો જરૂરી ન હતો. Industrialization પછી લોકો પોતાની કૃષિ આધારિત સમુદાયોથી દૂર થયા, વધુ એકલા પડ્યા. તેઓ કોઈ એક એવા વ્યક્તિને શોધવા લાગ્યા જે તેમની મુશ્કેલ જીવનપરિસ્થિતિમાંથી “rescue” કરે.
આજના dating apps આ કથાને algorithm માં ફેરવે છે . કેમ્બ્રિજ યુનિવર્સિટી ના અર્થશાસ્ત્રી Greg સૂચવે છે: તમારા માટે માત્ર એક જ“The One” હોઈ શકે છે.

નાની નાની બાબતોનું મહત્ત્વ

The Open University ની પ્રોફેસર Jacqui Gabb એ “Enduring Love” project માં 5,000 લોકોનું survey કર્યું અને 50 couples ને ઊંડાણથી અનુસર્યા.
લોકોને શું ખાસ અનુભવ કરાવે છે?
Paris trip નહીં. Sunset proposal નહીં.
પરંતુ—
• અચાનક આપેલી ભેટ
• બેડ પર ચા લાવવી
• ઠંડી સવારે car ગરમ કરી દેવી
• જંગલી ફૂલ લાવી vase માં મૂકવા
• પાર્ટીમાં ચુપચાપ સ્મિત કરવું
Survey મુજબ 22% માતાઓ અને 20% non-mothers એ આ નાના gestures ને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યા.

Relationship satisfaction નો મુખ્ય આધાર ન પૈસા હતો ન grand romance—પરંતુ “intimate couple knowledge”: એકબીજાને ઊંડાણથી જાણવું અને રોજિંદી જીવનમાં તે વ્યક્ત કરવું.

એક યુવા couple ની diary માં લખાયું હતું:
“Just us and food. મને વધુ શું જોઈએ?”
આ fairy tale નહીં—rubber shoes વાળી real life story છે.

Gabb કહે છે: Soulmate જેવો અનુભવ આકાશમાંથી ઉતરતો નથી; તે જીવનની નાની નાની પ્રક્રિયામાં, દબાણો સામે સાથે ઉભા રહીને, ધીમે ધીમે બને છે.

Valentine’s Dinner અને અંતિમ વિચાર

Science romance ને દૂર નથી કરતું—તે તેને વધુ વાસ્તવિક બનાવે છે.
કોઈ એક ખૂબ special relationship ની ઇચ્છા સ્વાભાવિક છે. પરંતુ તેને આપણે પોતે બનાવવી પડે છે.
કોઈ ખાસ વ્યક્તિ ક્યાંક હશે—આ માનવું ખોટું નથી.
પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે આપણે એની સાથે meaningful connection બનાવી શકીએ છીએ.
વિજ્ઞાનનો paradox એ છે:
જેઓને અંતે “destined” લાગતો સંબંધ મળે છે—એ જ લોકો હોય છે જેમણે ભાગ્યની રાહ જોવાનું છોડ્યું, સામેના અપૂર્ણ વ્યક્તિને સ્વીકાર્યો અને કહ્યું:
“Why not build something together?”

  • જી.બી.સરમા (પોરબંદર)
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *