આ પ્રશ્ન નો જવાબ દરેક પ્રશ્ન કરતાં વ્યક્તિ પાસે રહેલો છે. જે માણસ માણસ થી જોડાયેલો છે એ સર્વ સાથે સમભાવથી, સમર્પણ ભાવથી, ભેદભાવ રહિત, સમદ્રષ્ટિથી જોડાયેલો છે એ વાતને જો દરેક પોતાના હૃદયમાં અંકિત કરી શકે તે વ્યક્તિ સમાજથી ક્યારેય પણ અળગો ના રહી શકે અને સમાજ એટલે શું એવો પ્રશ્ન જ ઉત્પન્ન ના કરી શકે.
દરેક સમાજને પોતાના ધારા – ધોરણો, નીતિ – નિયમો , રીત – રિવાજો સંસ્કૃતિથી અલગ પડતો સમાજ હોય છે, અને એમાં દરેક સમાજને ગર્વ સાથે ગૌરવ હોય એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આ બધા સમાજો માં મેર સમાજ પણ બાકાત નથી. મેર સમાજ પણ પોતાની સભ્યતા, સંસ્કૃતિ, રીત રિવાજો, બોલી, પહેરવેશ વગેરેને કારણે પોતાની અલગ ઓળખ ઊભી કરે છે. એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.
મેર અને મેનર્સ …
મેનર્સ એ કોઈ પણ સમાજના વ્યક્તિ માટે ખાસ જરૂરી છે એવી જ રીતે મેર માં પણ મેનર્સ ખૂબ જ જરૂરી છે, મેનર્સ વગરના મેરની કલ્પના કરવી અશક્ય છે.
પરંતુ આજના સમયમાં ક્યાંકને ક્યાંક વ્યક્તિ પોતાની મેનર્સ ને નેવે મૂકી પોતે પોતાની અલગ ઓળખ ઊભી કરવા સતત પ્રયત્નો કરતો જોવા મળે છે.
એક સમાજ બીજા સમાજ પાસેથી તેની સારી નરસી, રીત ભાત, રહેણી કરણી શીખતો હોય છે તેથી આજ ના યુવાધને એ ખાસ ધ્યાન રાખવું ઘટે કે ફેશન અને અન્ય વલ્ગર કલ્ચરને અનુસરીને પોતાનું મૂળ ભૂલે નહીં અને પાછલી પેઢીને એનું વળગણ લગાડે નહીં એ ખૂબ જ જરૂરી છે. મર્યાદા મૂકીને જો તમે માન સન્માન મેળવવા મથશો તો આપણા માટે તો તે ખતરારૂપ છે. પરંતુ ભવિષ્યની પેઢી માટે, ભવિષ્યની સંસ્કૃતિ માટે ઘાતક પૂરવાર સાબિત થશે ત્યારે એના માટે સંપૂર્ણ જવાબદાર જો કોઈ હશે તો એ માત્ર ને માત્ર આજનું યુવાધન હશે.
કોઈ પણ વ્યક્તિ માટે આગળ વધવું, નવી ઊંચાઈ પ્રાપ્ત કરવી એ જરૂરી છે, પણ પોતાના પગને જમીન પર રાખીને આકાશમાં ઊડવાની અપેક્ષા રાખવી ખૂબ જરૂરી છે પરંતુ આ અપેક્ષાની આડમાં વચ્ચે આવતા કોઈ પણ વ્યક્તિ તેનો ભોગ ના બને, બીજાને અડચણ ના થાય એ ખૂબ જરૂરી છે.
સમાજ હંમેશા કોઈ વ્યક્તિથી નથી ચાલતો. સમાજ સમાજમાં રહેલા નાના મોટા , ગરીબ તવંગર , સારા ખરાબ માણસોના સમૂહથી ચાલે છે. દરેક વ્યક્તિ પોતાના પ્રારબ્ધનું, પોતાના કર્મ નું ફળ ભોગવે છે એ ન્યાયે સમાજમાં દરેક સ્તર ના લોકો જોવા મળે છે. શિક્ષિત લોકો અશિક્ષિત લોકોની મદદ કરે છે, તવંગર લોકો ગરીબ ની મદદ કરે છે, સારા લોકો ખરાબ લોકોને યોગ્ય રસ્તે વાળવાનો પ્રયત્ન કરે તો એને તો જ સમાજ યોગ્ય રસ્તે વળે અને સર્વ સમાજોની વચ્ચે રહેલી આંતરિક ખાઈ ઘટે અને માનવતાના સબંધો સ્થાયી થાય. હળી મળીને રહે તો જ સમાજ વ્યવસ્થા સુદ્દઢ થાય.
મેરના સંતાનોમાં નીચેની બાબતો હોવી ખાસ જરૂરી છે.
– મેરના દીકરા દીકરીમાં સંસ્કૃતિ, સભ્યતા સિવાયની કોઈ વલ્ગરતા ના હોવી જોઈએ.
– મેર સંતાન પરંપરાગત, દયા, દાતારી, શૂરવીરતા અને પરાક્રમના પહેરણ પહેરેલ હોવા જોઈએ.
– કોઈ પણ અન્ય સમાજનો વ્યક્તિ મેર સંતાનની નિશ્રામાં પરમ શાંતિ અને પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કરતો હોવો જોઈએ.
– મેરના સંતાન થી કોઇ પણ ને ભય,બીક,ડર ના લાગવો જોઈએ.
– મેર સંતાન ને હંમેશા જ્ઞાતી પ્રત્યે ગર્વ અને ગૌરવ નો અનુભવ થવો જોઈએ.
– મેર સંતાન પોતાના પહેરવેશ, રહેણી કરણી, રિવાજો ( ટકાવવા જેવા છે એ) હંમેશા જતન અને સંવર્ધન કરતો હોવો જોઇએ.
– મેર સંતાન ક્યારેય મતલબી ના હોવું જોઈએ, વિશાળતા એના હૃદયમાંથી હંમેશા વહેતી રહેતી હોવી જોઈએ..
– મેર સંતાન ને જયાં પણ અને જેને પણ એની સહાયની, મદદની જરૂર હોય ત્યાં નિઃસંકોશ એની સાથે ઊભેલો હોવો જોઈએ.
– મેર સંતાન હંમેશા માતા પિતા,વડીલો, નિરાધારો, દીકરીઓ,ગાયો વગેરેને માટે સતત ને સતત કાર્ય કરતો હોવો જોઈએ.
– મેર સંતાન સત્યની પડખે ઊભો રહેવો જોઈએ.
– મેર સંતાન ક્યારેય હરામની કમાણી માં નઝર નાખતો ન હોવો જોઈએ.
- હમીર ખિસ્તરીયા (પોરબંદર)

No Comments