સમાજ અને સ્ત્રી શક્તિ બંને એકબીજાના પૂરક છે,
કોઈ પણ સમાજ હોય એનું ઉજળું પાસું હોય એ નારી શક્તિ ને આધારિત હોય છે,
અને એ નારી શક્તિ થી જ દાતારો, શુરવીર, સંતો ભક્તો રુપી રત્નો પાકે છે,
વાત કરીએ મેર સમાજની તો આગેવાની નો ગુણ ભરપુર જોવા મળે છે તો એ પણ મેર સમાજની સ્ત્રી શક્તિ ને આભારી છે, સંસારમાં રહીને પણ મા લીરબાઈ મા પુતીઆઈ જેવી જગદંબા અઢારેય વરણ માં પુજાય છે, અને ઝવેરચંદ મેઘાણીજીએ પણ “રઢીયાળી રાત” લોક ગીત આપનાર ઢેલીબેન મેરાણી ને અર્પણ કર્યું છે,
શીશલી ગામ ના માંકીબેન મેરાણી પણ મેર ની મહેમાનગતિ કેવી હોય એ માટે ઈતિહાસ માં અમર છે,
આવી તો અનેક ઘટનાઓ ઘેડ અને બરડા પંથકમાં ધરબાયેલી પડી છે અને એ મેર સમાજની સ્ત્રી શક્તિ ને આભારી છે.
અને એટલે જ..
સંત સુરા ને દાતાર તણી વહે જ્યાં સરવાણી, “રામ ” નિપજાવતી અમુલ્ય રત્નો (ઈ) મેરાણી.
✍️ રામભાઈ ઓડેદરા (લેખક).
મોબાઈલ 8487823200.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *