ભારતમાં શિક્ષક દિવસ એ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે.ભારતમાં પ્રાચીન કાળથી ગુરુઓએ શિષ્યના જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.ગુરુઓના જ્ઞાન અને માર્ગદર્શનથી જ આપણે સફળતાના શિખરે પહોંચી શકીએ છીએ.શિક્ષક દિવસ તમામ શિક્ષકો અને ગુરુઓને સમર્પિત છે.આ દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષક આપણને જીવનના દરેક તબક્કા માટે માર્ગદર્શન પૂરું પાડે છે
શિક્ષક દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. વિદ્યાર્થીઓમાં એક દિવસના આચાર્ય,શિક્ષક ,ક્લાર્ક, સહાયક બનવા માટે જાણે કે હોડ લાગી હોય એવું વાતાવરણ ઊભું થતું હોય છે.આવો જ અનેરો ઉત્સાહ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ માર્ગદર્શિત ત્રણ શાળાઓ જેમકે શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા (ફટાણા), શ્રી ટીકુ પ્રાથમિક શાળા (સોઢાણા), શ્રી સર્વોદય પ્રાથમિક શાળા (ગરેજ) ના બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકદિવસ નિમિત્તે બધી જ શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. તેમજ તેમના શિક્ષકોનું તિલક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને શિક્ષકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ દિવસની ઉજવણી પ્રસંગે વર્ગખંડો ને શણગારવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓએ જુદા જુદા વર્ગખંડોમાં જઈને શિક્ષણકાર્ય કરાવ્યું હતું અને એક દિવસના શિક્ષક તરીકેની પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી હતી.
આ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ના પ્રમુખશ્રી વિમલજી ઓડેદરા તેમજ સર્વ સભ્યશ્રીઓ તેમજ સર્વે શાળાઓના ટ્રસ્ટીશ્રીઓ- ફટાણા ઓવરસીઝ વેલ્ફેર ટ્રસ્ટના શ્રી નાગાજણભાઈ ઓડેદરા,
શ્રી ભીમભાઇ મોઢવાડિયા, શ્રી દેવાભાઈ ઓડેદરા તથા શ્રી સોઢાણા કેળવણી મંડળ ના ટ્રસ્ટીશ્રીઓ શ્રી સુભાષભાઈ કારાવદરા ,શ્રી અરજણભાઈ ઓડેદરા તેમજ શ્રી સુઘાભાઈ કારાવદરા તથા શ્રી સર્વોદય ગ્રામ વિકાસ ટ્રસ્ટ ગરેજના ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ ઓડેદરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સર્વે શાળાઓના આચાર્યશ્રીઓ તથા સર્વે શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું અને માર્ગદર્શન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના કેળવણી નિરીક્ષક રાજુભાઈ મોઢવાડિયા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *