શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી આયોજિત થઈ રહેલો રાસોત્સવ ખૂબ લોકપ્રિય રહ્યો છે અને હવે આપણા સમાજનો આ પ્રસિદ્ધ અને ભવ્ય રાસોત્સવ આ વર્ષે રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. છેલ્લા 24 વર્ષથી સતત ચાલતી આ પરંપરાએ પોરબંદર અને સમગ્ર રાજ્યમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. નવા રંગ રૂપ અને નવા અંદાજમાં આ રાસોત્સવ તા. 22 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમિયાન ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે દરરોજ રાત્રે 8.30 થી 12.30 દરમિયાન યોજાશે. ગરબા ફક્ત નૃત્ય નથી, પણ સમાજને જોડતું એક બંધન છે, જે દરેક પેઢીને એક સાથે લાવે છે. માં જગદંબાની આરાધનાના આ પર્વને આપણે સૌ સાથે મળીને આપણી આગવી પરંપરા અને સંસ્કૃતિ મુજબ ગરિમાપૂર્ણ રીતે ઉજવણી કરીએ અને આ પાવન પર્વમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તમામ જ્ઞાતિજનોને ઉમટી પડવા સંસ્થાના હોદેદારો અને રાસોત્સવની આયોજક સમિતિના સદસ્યો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

No Comments