નથી જોતા એ રાત કે દિવસ, નથી નડતી એને કોઈ વિપત્તિ….
સર્વે ઋતુઓમાં સમાન એવી એની કાયાની સહનશક્તિ….
સાથ નથી એની પાસે ઘરનો ત્યાં, પણ અડીખમ ઊભા છે,
દાઝતા દિલે કુરબાન કર્યા છે પોતાનાને,
દેશ માટે લડવા તૈયાર ઊભા છે આ વફાદાર ભારતભૂમિ પુત્ર….
દુનિયાના છેવટના સીમાડે, કાંટાળી કેડીઓમાં, હસતા હસતાં મુખે ઊભેલા,
આ વિશ્વ માટે ગુલાબની જાજર પાથરી પોતે કાંટા વહોરી રહ્યા છે આ જાંબાઝ શૂરવીર……
વિશ્વના તમામ દેશોની સામે ડંકો વગાડે છે,દુશ્મનને સામી છાતીએ જવાબ આપે છે,
ત્યાગ, સમર્પણ,બલિદાનની અખંડ મૂર્તિ એવા છે આપણા શૂરા સૈનિકો….
ભારતની ભોમકા ને બચાવનાર,એવા આ વીર સપૂતો લોહિયાળ લોહીની સામે પણ ખૂંખાર સાવજ બની ઊભા છે,
ધન્ય છે આ બલિદાનને,ધન્ય છે આ વીર સપૂતોને,સો સો સલામ છે આ શૂરવીર શૂરાઓને.
Salute our army 🎖️
Jay Hind 🇮🇪
- by બોખીરીયા શીતલ અરશીભાઈ (શક્તિ રાજશાખા)

No Comments